બીજી લહેર! સરકાર દિવાળી તહેવારો બાદ 1 ડિસેમ્બરથી ફરી લાગશે Lockdown? જાણો - શું છે સત્ય

બીજી લહેર! સરકાર દિવાળી તહેવારો બાદ 1 ડિસેમ્બરથી ફરી લાગશે Lockdown? જાણો - શું છે સત્ય
કોરોનાના વધતા કેસના કારણે ફ્રાંસ અને બ્રિટનમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે

કોરોનાના વધતા કેસના કારણે ફ્રાંસ અને બ્રિટનમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે

  • Share this:
    ભારતમાં કોરોના (Coronavirus Pandemic)નું સંક્રમણ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યું. રોજના 40 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જોકે, પહેલાની તુલનામાં સંક્રમિતોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ, કેટલાક રાજ્યોમાં હજુ પણ સ્થિતિ ભયાનક જ છે. એમ્સ દિલ્હી (AIIMS Delhi) નાનિર્દેશક રણદીપ ગુલેરીયાએ કોરોનાની બીજી લહેર (coronavirus 2nd wave in india)ની ચેતવણી આપી દીધી છે. એમ્સના નિર્દેશકનું કહેવું છે કે, લાપરવાહી અને વાયુ પ્રદુષણના કારણે કોરોના સંક્રમણ સળંગ વધી જ રહ્યું છે.

    દેશમાં વધતુ કોરોના સંકટ અને બીજી લહેર વચ્ચે એકવાર ફરી



    લોકડાઉન(Lockdown Again)ની ચર્ચા વધી ગઈ છે. કેટલાક સમાચાર એવાપમ સામે આવી રહ્યા છે કે, દેશમાં એકવાર ફરી લોકડાઉન લગાવવાની તૈયારી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આવા સમાચારો ચાલી રહ્યા છે કે, દેશમાં દિવાળી બાદ 1 ડિસેમ્બરથી અન્ય બીજા દેશની જેમ ભારત સરકાર પણ ફરી લોકડાઉનની લગાવી શકે છે.

    જોકે, આ સમાચારની સત્યતાની તપાસ પીઆઈપીબી ફેક્ટ - ચેકની ટીમે કરી છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સરકાર તરફથી આવી કોઈ પમ પ્રકારની યોજના નથી.



    શું છે વાયરલ મેસેજમાં

    વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશમાં કોરોનાના વધતા મામલાને જોતા સરકાર 1 ડિસેમ્બરે ફરી પૂરા દેશમાં લોકડાઉન લગાવવા જઈ રહી છે.

    શું છે PIB Fact Checkમાંપીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ મેસેજની તપાસ કરી અને જણાવ્યું કે, આવી કોઈ સરકારની યોજના નથી. પીઆઈબીની ટીમે આવા ભ્રામક મેસેજથી બચવાની સલાહ પણ આપી છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસના કારણે ફ્રાંસ અને બ્રિટનમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઈંગ્લેન્ડમાં બીજુ લોકડાઉન બે ડિસેમ્બર સુધી રહેશે.

    આ બાજુ ભારતમાં પણ એક જ દિસમાં કોવિડ-19ના 47,905 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના મામલા વધીને 86,83,916 થઈ ગયા. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 80,66,501 લોકો સંક્રમણમાંથી મુક્ત પણ થઈ ગયા છે.
    Published by:kiran mehta
    First published:November 14, 2020, 16:56 pm