પાયલટ સમર્થક ધારાસભ્ય પદ છોડી દે તો શું ગેહલોત સરકાર પડી જશે? 10 પોઈન્ટમાં સમજો ગણિત

News18 Gujarati
Updated: July 12, 2020, 6:36 PM IST
પાયલટ સમર્થક ધારાસભ્ય પદ છોડી દે તો શું ગેહલોત સરકાર પડી જશે? 10 પોઈન્ટમાં સમજો ગણિત
ફાઈલ તસવીર

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર ઉપર સંકટ વાદળો વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ અથવા બીજેપીમાંથી કઈ પાર્ટી દમદાર છે એ અંગે ચર્ચા શરું થઈ ગઈ છે.

  • Share this:
જયપુરઃ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot)ની સરકાર ઉપર સંકટ વાદળો વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ અથવા બીજેપીમાંથી કઈ પાર્ટી દમદાર છે એ અંગે ચર્ચા શરું થઈ ગઈ છે. સચિન પાયલટના (Sachin Pilot) સમર્થકોનો દાવો છે કે તેમની સાથે 24 ધારાસભ્યો છે. પરંતુ જાણકારોનો ક્યાસ માનીએ તો આ દાવાના વિપરીત સરકાર સમર્થકોનું માનવું છે કે પાયલ સમર્થક ધારાસભ્યોની સંખ્યા 15-17 થઈ શકે છે. આ બધા વચ્ચે બધા દળોમાં સંભાવનાઓ શોધવાનું શરૂ કર્યું છે. સચિન પાયલટ સમર્થક ધારાસભ્યો રાજીનામું આપે અથવા બીજેપી સાથે મળીને સરકાર બનાવવાની તમામ વાતો લઈને મંથનનો દોર શરૂ થયો છે. જોકે, કોંગ્રેસ સમર્થકોનો દાવો છે કે પાયલટ - પ્રકરણને પાર્ટી ઉકેલશે. અને ગેહલોત સરકાર ઉપર કોઈ ફરક નહીં પડે. ચાલો જાણીએ કે શું છે ગણિત.

વિધાનસભાનો હાલ
1- રાજસ્થાનની 200 સભ્યોવાળી વિધાનસભામાં અત્યારે કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. જ્યારે બીજેપી સભ્યોની સંખ્યા 75 છે.

2- કોંગ્રેસના ધારાસબ્યોની સંખ્યા 101 છે. કોંગ્રેસને બસપાના 6 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે બીપેજીપ પાસે કુલ 72 ધારાસભ્યો છે. જ્યારે પાર્ટીને આરએલપીના 3 સભ્યોનું સમર્થન મળેલું છે.
3- કોંગ્રેસ અને ભાજપ ઉપરાંદ અપક્ષ અથવા અન્ય ધારાસભ્યોની સંખ્યા 18 છે.
4- જેમાં બીપીટીના 2 એમએલએ, 2 સીપીએમ, 1 આરએલડી અને 13 નિર્દલીય ધારાસભ્યોનો સમાવેશ થાય છે.5- સચિન પાયલટના સમર્થક ધારાસભ્યોની સંખ્યા જો 24 માનવામાં આવે તો તેમના રાજીનામા બાદ સદનમાં ધારાસભ્યોની સંખ્યા 176 રહી જશે.
6- 176 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 89 ધારાસભ્યોની જરૂરત રહેશે
7- પાયલટ સમર્થક ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પાસે 107માંથી માત્ર 83 ધારાસભ્યો બચશે જે બહુમત માટે છ ઓછા છે.

આ પણ વાંચોઃ-કોરોનાના સમય દરમિયાન આ કંપનીએ પોતાના કર્મચારીઓનો વધાર્યો 12% પગાર, સાથે આપ્યું બોનસ

આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

આ પણ વાંચોઃ-અમિતાભ બચ્ચન કોરોના મૂક્ત થાય તે માટે અમદાવાદી આ ચાહકે કરી 'વિશેષ' આરતી, બનાવ્યું છે બીગ બીનું મંદિર

8- બીજેપી પોતાના 75 ધારાસભ્યો સાથે બહુમત માટે 14 સીટો દૂર રહેશે
9- આવી સ્થિતિમાં નિર્દલીય ધારાસભ્યોના મત મહત્વપૂર્ણ રહેશે
10- આ 18માંથી કોંગ્રેસને બહમત માટે માત્ર 5 ધારાસભ્યોનું સમર્થન જોઈએ જ્યારે બીજેપીને 14 સભ્યોના સમર્થનની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોની ખરીદ-ફરોસ્ત મામલામાં એસઓજીને નોટિસ મળ્યા પછી ડેપ્યુટી સીએમ સચિન પાયલટ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે સવારે પાયલટ અને તેમના સમર્થક 12 ધારાસભ્યોએ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના સમાચાર ચર્ચામાં આવ્યા બાદ પ્રદેશમાં રાજકીય દુનિયામાં ગરમાવો શરુ થયો છે. ગેહલોત સમર્થક ધારાસભ્યોએ દાવો કર્યો છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને કોઈ ખતરનો નથી.
Published by: ankit patel
First published: July 12, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading