તમારા મનનો સૌથી મોટો પ્રશ્ન, શું ગરમીમાં ખતમ થઈ જશે કોરોના વાયરસ? જાણો - નિષ્ણાતોનું શું કહેવું છે

ગરમીમાં કોરોનાનો અંત આવશે?

માનવામાં આવી રહ્યું કે, ફેબ્રુઆરી અને માર્ચ સામાન્ય ફ્લૂની સિઝન હોય છે. એવામાં એપ્રિલ-મેની ગરમીના મિનામાં કોરોનાનો અંત આવી જશે

 • Share this:
  કોરોના મહામારીની શરૂઆતથી એક ધારણા લોકો વચ્ચે ફેલાઈ હતી કે, ગરમી વધવા સાથે આ મહામારીનો અંત આવી જશે. માનવામાં આવી રહ્યું હતું કે, ફેબ્રુઆરી અને માર્ચ સામાન્ય ફ્લૂની સિઝન હોય છે. એવામાં એપ્રિલ-મેની ગરમીના મિનામાં કોરોનાનો અંત આવી જશે. આ ધારણાને ફેલાવવામાં સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો. પરંતુ હવે જ્યારે એપ્રિલનું પહેલું અઠવાડીયું પતી ગયું છે તો પણ કોરોના વાયરસ ફેલાઈ જ રહ્યો છે. તો સામાન્ય લોકોમાં નિરાશા પણ છે. પરંતુ કેટલાક શોધકર્તાઓએ ઈશારો કર્યો છે કે, ગરમીનો પ્રભાવ કોરોના પર પડી શકે છે.

  ઠંડી જગ્યાઓ પર વધારે ઘાતક

  એવા કેટલાક પ્રમાણ મળ્યા છે કે, કોરોના વાયરસની વધારે ઘાતક અસર દુનિયાના ઠંડા અને સુકા વિસ્તારોમાં વધારે થઈ રહી છે. એક અભ્યાસનું માનવું છે કે, 10 માર્ચ સુધી એવા વિસ્તારોમાં જ આ વાયરસનું ટ્રાન્સમિશન થયું જે અપેક્ષાકૃત ઠંડા હતા. ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર, દેશના લગભગ 100 શહેરો પર રિસર્ચ કરવામાં આવ્યું. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, જે વિસ્તારોમાં તાપમાન અને હ્યુમિડિટી વધારે હતી, ત્યાં સંક્રમણનો દર ધીમો હતો. ચીનનું વુહાન શહેર પણ ઠંડુ માનવામાં આવે છે. આ શહેરથી પુરી દુનિયામાં કોરોના ફેલાયો.

  મોટા આઉટબ્રેક પર લાગી રોક

  એક અન્ય અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, એ સાચુ છે કે, કોરોના દુનિયાભરમાં ફેલાઈ ચુક્યો છે પરંતુ મોટી સંખ્યામાં આઉટબ્રેક ઠંડા પ્રદેશો પર જ થઈ રહી છે. પરંતુ લંડન સ્કૂલ ઓફ હાઈઝીન અને ટ્રોપિકલ મેડિસિનના શોધકર્તાઓનું કહેવું છે કે, આ વાયરસ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠના અંતર્ગત આવનારા દરેક ક્ષેત્રમાં ફેલાઈ ચુક્યો છે. તેમાં ગરમ, ઠંડા, હ્યૂમિડ તમામ ક્ષેત્ર સામેલ છે. એવામાં કોઈ એક નિષ્કર્ષ નિકાળવું સરળ નથી.

  સાર્સ શોધનાર એક્સપર્ટની સલાહ

  ન્યૂઝ18 નેટવર્કને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાર્સ વાયરસની શોધ કરનાર હોન્ગકોન્ગ યૂનિવર્સિટીના પ્રોફેસરે પણ માન્યું છે કે, કોરોના પર ગરમીનો પ્રભાવ પડી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ વાયરસ સેન્સેટિવ છે અને ગરમીની સિઝનમાં તેના ફેલાવવાની ગતી ધીમી પડી શકે છે.

  જોન નિકોલસે CNBC-TV18ને આપેલા ઈન્ટરવ્યૂમાં કોરોનાને લઈ પોતાનું મંતવ્ય કહ્યું છે. પ્રેફેસર જોન નિકોલસનું કહેવું છે કે, આ વાતનું ક્લિયર લેબ એવિડન્સ છે કે, કોરોના વાયરસ ગરમીને લઈ સંવેદનશીલ છે. તેમના અનુસાર, જે જગ્યાઓ પર ખુબ ગરમી છે ત્યાં કોરોનાનું સામુહિક સંક્રમણ થવાનું રિસ્ક ઓછુ થાય છે.
  Published by:kiran mehta
  First published: