શું સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાશે? ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: October 15, 2019, 10:14 AM IST
શું સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાશે? ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આ જવાબ
ભાજપે પશ્ચિમ બંગાળની 2016 વિધાનસભા ચૂંટણી પહેલા પણ સૌરવ ગાંગુલને ચૂંટણી લડવાની ઑફર આપી હતી. (ફાઇલ તસવીર)

હું એ વાતનો નિર્ણય નથી કરતો કે બીસીસીઆઈના અધ્યક્ષ કોણ બનશે : અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા (Team India)ના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ભાજપ (BJP)માં જોડાવા અંગેના અહેવાલો પર ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે. આ અહેવાલો બીસીસીઆઈ અધ્યક્ષ માટે સૌરવ ગાંગુલીનું નામ નક્કી થયા બાદ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલીને બીસીસીઆઈ ચીફ બનાવવામાં મોટી ભૂમિકા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની રહી. જોકે, અમિત શાહ પોતે આ અહેવાલોને પાયાવિહોણા કહી રહ્યા છે. તેઓએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું એ વાતનો નિર્ણય નથી કરતો કે કોણ બીસીસીઆઈના અધ્યક્ષ હશે.

સૌરવ ગાંગુલીની સાથે મુલાકાતના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યુ કે, સૌરવ ગાંગુલીની મારી સાથેની મુલાકાતમાં કંઈ ખોટું નથી. તેઓ મારી પાસે આવી શકે છે. હું અનેક વર્ષો સુધી ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો છું. એવા અહેવાલો છે કે અમિત શાહ અને સૌરવ ગાંગુલી વચ્ચેની મીટિંગમાં એ વાત પર સહમતિ સધાઈ કે હાલ તેઓ ગાંગુલીને અધ્યક્ષ બનવામાં મદદ કરશે, બીજી તરફ 2021માં બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગાંગુલી ભાજપ તરફથી ચૂંટણી લડશે.

જોકે, અમિત શાહે આ પ્રકારની ડીલના અહેવાલોને પાયાથી ફગાવી દીધા. તેઓએ કહ્યુ કે, ગાંગુલીની સાથે આ પ્રકારની કોઈ ડીલ નથી થઈ. અને ન તો તેમની સાથે આ પ્રકારની કોઈ વાતચીત થઈ છે. આ સૌરવ ગાંગુલની વિરુદ્ધ નકામી ચર્ચા છે. જોકે, તેઓએ ઉમેર્યુ કે જો એવું હોત તો સારું છે. પરંતુ એવી કોઈ ડીલ નથી. અમિત શાહે કહ્યુ કે, હું દેશના દરેક નાગરિકને કહું છું કે ભાજપ એક સારી પાર્ટી છે, તેની સાથે જોડાવો, આ મારી જૉબ છે.

સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાની હંમેશા ચર્ચા ચાલતી રહી છે. ભાજપે પોતે 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા સૌરવ ગાંગુલીને ચૂંટણી લડવાની ઑફર આપી હતી. આ ઉપરાંત, ભાજપ તેમને પોતાની પસંદની સીટથી ચૂંટણી લડવાની ઑફર આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપને બંગાળમાં મમતા બેનર્જીની સામે એક એવા ચહેરાની તલાશ છે જે તેમનો મુકાબલો કરી શકે. ગાંગુલી તેમાં પૂરી રીતે ફિટ બેસે છે.

જોકે, અમિત શાહે પોતે આ મત સાથે સહમત નથી. તેઓએ કહ્યુ કે, અમારે બંગાળમાં કોઈ ખાસ ચહેરાની જરૂર નથી. અમે ચહેરા વગર જ બંગાળમાં 18 લોકસભા સીટ જીતી છે.

આ પણ વાંચો,સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું
ICCએ બદલ્યો સુપર ઑવરનો નિયમ, જેનાથી ઇંગ્લેન્ડ જીત્યું હતું વર્લ્ડ કપ
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर