Aresst Warrant Against Vladimir Putin: ICCએ પુતિન પર બાળકોના દેશનિકાલમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે, અને કહ્યું છે કે, તેની પાસે એવું માનવા માટે વાજબી આધાર છે કે, તેણે આ કૃત્યો સીધા કર્યા છે, તેમજ અન્ય લોકોને આમ કરવામાં મદદ કરી છે.
મોસ્કો : ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનિયન બાળકોના દેશનિકાલ સહિત યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. બીબીસી અનુસાર કોર્ટે, પુતિન પર યુદ્ધ અપરાધ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે રશિયન રાષ્ટ્રપતિ પર યુક્રેનિયન બાળકોને બળજબરીથી ગેરકાયદેસર રીતે રશિયા લઈ જવાનો પણ આરોપ છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ગુનાઓ 24 ફેબ્રુઆરી, 2022 થી કરવામાં આવી રહ્યા છે, જ્યારે રશિયાએ યુક્રેનમાં સંપૂર્ણ રીતે ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું હતું. જોકે, મોસ્કોએ ઘૂસણખોરી સહિતના તમામ યુદ્ધ અપરાધના આરોપોને ફગાવી દીધા છે.
ICCએ પુતિન પર બાળકોના દેશનિકાલમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે, અને કહ્યું છે કે, તેની પાસે એવું માનવા માટે વાજબી આધાર છે કે, તેણે આ હરકતો સીધી કરી છે, તેમજ તે કરવામાં અન્ય લોકોને મદદ કરી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ અન્ય લોકોને બાળકોને દેશનિકાલ કરતા અટકાવવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
બાળકોના અધિકાર માટે રશિયાના કમિશનર મારિયા લ્વોવા-બેલોવાને પણ ICC દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે. પુતિન અને લ્વોવા-બેલોવા વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યા હોવા છતાં, ICC પાસે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવાની કોઈ સત્તા નથી, અને તે માત્ર એવા દેશોમાં જ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે જેમણે કોર્ટની સ્થાપના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
રશિયાએ તે કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, તેથી તે અસંભવ છે કે, બંનેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર