RSS શરૂ કરશે ખ્રિસ્તી વિંગ? પરિવારમાં એક નવા સભ્યને જોડવાના પ્રયાસમાં લાગ્યું સંઘ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ ફોટો)

સૂત્રોએ જણાવ્યું કે આરએસએસ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જેમ ગત એક વર્ષથી રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચ સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગ્યું છે

  • Share this:
    ઈરમ આગા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત માટે એક સંલગ્ન એકમ ગઠિત કરવા પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આરએસએસ ગત એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગ્યું છે. આ મંચ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જમે ગઠિત કરવામાં આવશે, જે ભારતના મુસ્લિમ સુમદાયની વચ્ચે કામ કરનારું આરએસએસનું એક સંલગ્ન એકમ છે.

    આરએસએસ સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈને આરએસએસ અધિકારીઓએ સૌથી પહેલા વર્ષ 2016માં પાદરીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. જોકે, ત્યારે આ વાતચીતનું કોઈ પરિણામ નહોતું મળ્યું. ત્યારબાદ વર્ષ 2017માં ફરી એકવાર તેના પ્રયાસો શરૂ થયા હતા. ત્યારે ઉત્તર ભારતીય ચચ સાથે જોડાયેલા આગ્રાના એક પરિવારે નવી દિલ્હી અને નાગપુરમાં સંઘ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી સંઘ અને ખ્રિસ્તી સમુદાયના સભ્‍યો તથા પાદરીઓની વચ્ચે મુલાકાતોનો દોર ચાલુ છે.

    રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈ ચાલી રહેલી વાતચીતમાં સામેલ લોકો આમ તો પોતાનું નામ જાહેર કરવાથી બચી રહ્યા છે, પરંતુ તેઓએ આ મંચની રચનાને લઈ ચાલી રહેલા પ્રયાસોની પુષ્ટિ કરતાં કહ્યું કે આ મંચ સંઘ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચે પુલની જેમ કામ કરશે.

    આ વાતચીતમાં સામેલ એક વ્યક્તિએ ન્યૂઝ18ને જણાવ્યું કે, પોતાના અનુભવ અને સંઘની સાથે વાતચીતના આધારે મને લાગે છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોને આરએસએસની નજીક જવું જોઈએ, જેથી તેઓ તેમની સાથે વાતચીત કરી રાષ્ટ્ર નિર્માણમાં સંઘની ભૂમિકાને સમજી શકે.

    આ પણ વાંચો, દેશની સુરક્ષા માયાવતી, અખિલેશ, અજીત સિંહ નહીં, મોદી સરકાર કરી શકે છેઃ અમિત શાહ

    આ ઉપરાંત તેઓ કહે છે કે, 2014ની લોકસભા ચૂંટણી બાદ મારામાં તેમને (સંઘને) લઈને ઉત્સુક્તા જાગી અને મેં વાતચીત શરૂ કરી. આ ભગવા સમૂહ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચેના અંતરને દૂર કરવાના ઉદ્દેશ્યથી આરએસએસ અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો ત્યારથી અનેકવાર મુલાકાત કરી ચૂક્યા છે.

    બીજી તરફ, આરએસએસ નેતૃત્વએ પણ સંઘ અને ખ્રિસ્તી સમાજની વચ્ચે સંપર્ક સાધવાના પ્રયાસની પુષ્ટિ કરી છે. સંઘના સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્યે કહ્યું કે, સંઘ કોઈ સંપર્ક કાર્યકમ નથી ચલાવતો, પરંતુ આરએસએસ સાથે જોડાવવાની ઈચ્છા રાખનારાઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે.
    Published by:Mrunal Bhojak
    First published: