જો કોંગ્રેસ સત્તા પર આવશે તો GSTમાં ઘટાડો કરશે: રાહુલ ગાંધી

ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 'ચોકીદાર' નહીં 'ચોર' છે

 • Share this:
  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું કે, જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવશે તો ગુડ્સ અન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરશે.

  મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને રાહુલ ગાંધી મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રફાલ ડિલ મામલે પ્રહાર કરવાના શરૂ રાખ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી ચોકીદાર નથી પણ ચોર છે. રાહુલ ગાંધી બે દિવસ માટે મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કામતા નાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ રામ મંદિર છે.

  તેમણે સરકારીની નીતિની ટીકા કરતા કહ્યું કે, મોદી સરકારે નાના અને મધ્ય ઉદ્યોગોની કેડ ભાંગી નાંખી છે અને નોટબંધીને કારણે લોકો બેરોજગાર થયા છે. જી.એસ.ટી એ ગબ્બર સિંઘ ટેક્સ છે. “અમે જેવા સત્તા પર આવીશુ કે તરત જ આ ગબ્બર સિંઘ ટેક્સને વાસ્તવિક ટેક્સમાં બદલી દઇશું. અમે ટેક્સ ઘટાડીશું. અમે સત્તાનો ઉપયોગ રોજગાર વધરાવા માટે કરીશું” રાહુલ ગાંધીએ સભાને સંબોધતા આ વાત કરી હતી.

  આ પણ વાંચો

  મોદીએ એવા માસણને 30 હજાર કરોડ આપ્યા કે જેની પાસે કોઇ ‘સ્કીલ’ નથી: રાહુલ ગાંધી

  રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે, કામતાનાથ મંદિરમાં કરશે દર્શન  ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી લાગુ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જે માણસ પોતાની જાતને ચોકીદાર કહે છે તે માણસે 30 હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા છે. અનિલ અંબાણી મોદીનાં મિત્રે છે. અનિલ અંબાણીના માથે 45 હજાર કરોડનું દેવું છે”.

  રાહુલ ગાંધીએ રક્ષામંત્રી નિર્મલા સિથારામન પર પણ આક્ષેપ કરતા કહ્યું કે, રક્ષામંત્રીએ રફાલ ડિલ મામલે સત્ય છુપાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષામંત્રીએ દેશની સંસંદમાં એવું કહ્યું કે, રફાલ ફાઇટર પ્લેનની કિંમત જાહેર કરી શકાય તેમ નથી. કેમ કે, ફ્રાંન્સ સાથે સિક્રેટ પેકટ થયો છે. પણ હું જ્યારે ફ્રાંન્સ પ્રમુખને મળ્યો તો તેમણે મને કહ્યું કે, આવો કોઇ પેક્ટ થયો જ નથી”.
  Published by:Vijaysinh Parmar
  First published: