શું રાહુલ ગાંધી પુખ્ત પુરુષો માટે સેક્સનું પણ વચન આપશે? : મધુ કિશ્વર

મધુ કિશ્વર

2019ની લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાશે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે અને પ્રચારમાં લાગી ગયા છે.

 • Share this:
  લેખિકા મુધ કિશ્વર વિવાદિત ટ્વીટ કરવા કુખ્યાત બન્યા છે અને હવે વધુ એક વખત ટ્વીટ કરીને લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ છે.

  2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ બંને જુદા-જુદા વચનો આપી રહ્યા છે.
  આ વચનોની લ્હાણીનાં સમયમાં મધુ કિશ્વરે એવું લખ્યુ કે, શું રાહુલ ગાંધી પુખ્ત પુરુષો માટે મફત સેક્સનું પણ વચન આપશે ?”

  મધુ કિશ્વરે જેવું આ વાક્ય ટ્વીટ કર્યુ કે, સોશીયલ મીડિયા પર ધમાલ મચી ગઇ. મોટાભાગનાં લોકોએ તેમની આ ચેષ્ટાનાં મજાકમાં લીધી અને ઠેકડી ઉડાડી.

  અત્રે ઉલ્લેખયની છે કે, કોંગ્રસ પ્રમુખ રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા એક ચૂંટણી સભામાં એવી જાહેરાત કરી હતી કે, જો લોકો કોંગ્રેસને ચૂંટીને સત્તા પર લાવશે તો દેશનાં તમામ ગરીબો માટે એક ચોક્કસ રકમ આપવામાં આવશે અને ગરીબોને એક રીતે ટેકો આપવામાં આવશે”.

  2019ની લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાશે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે અને પ્રચારમાં લાગી ગયા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: