Home /News /national-international /Explainer: શું રાહુલ ગાંધી હવે 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, મતાધિકાર પણ નહીં, જાણો શું છે વિકલ્પ?
Explainer: શું રાહુલ ગાંધી હવે 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, મતાધિકાર પણ નહીં, જાણો શું છે વિકલ્પ?
આવો જાણીએ માનહાનિ કેસની ખાસિયત જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સજા કરવામાં આવી હતી.
કેરળના વાયનાડથી સાંસદ સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ મામલે પહેલા સુરતની અદાલતે દોષી માનતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેના પછી હવે તેમની સંસદ સભ્યની સદસ્યતા પણ ખતમ થઇ ગઇ છે.
Defamation Case: કેરળના વાયનાડથી સાંસદ સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ મામલે પહેલા સુરતની અદાલતે દોષી માનતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેના પછી હવે તેમની સંસદ સભ્યની સદસ્યતા પણ ખતમ થઇ ગઇ છે. જોકે અદાલતે સજા સંભળાવ્યા બાદ ફેંસલાના અમલ પર 30 દિવસની રોક લગાવી દીધી હતી. જેથી રાહુલ ગાંધી તેને ઉપલી કોર્ટમાં પડકારી શકે. હવે સવાલ એ ઉદ્ભવે છે કે, રાહુલ ગાંધીને ક્યા કાયદા હેઠળ 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.?
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા કર્ણાટકના કોલારમાં થયેલી એક જનસભામાં 13 એપ્રિલે ટિપ્પણી કરી હતી, ‘તમામ ચોરોના ઉપનામ મોદી જ કેમ છે’ જેના પછી ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. લાંબી સૂનાવણી બાદ સુરતની કોર્ટે તેમને ‘મોદી ઉપનામ’વાળા તમામ લોકોની ભાવનાઓને આહત કરવનાા દોષિ ગણ્યા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. તેમના પર 2019થી આપરાધિક માનહાનિનો કેસ ચાલી રહ્યો હતો. શું તમે જાણો છો કે માનહાનિના કેસ કેટલા પ્રકારના હોય છે અને તેમા કેટલી સજા અને દંડ ફટકારવામાં આવે છે.
માનહાનિ એટલે શું, કોણ નોંધાવે છે કેસ?
રાહુલ ગાંધીના મામલા પહેલા તમે જાવેદ અખ્તર અને કંગના રનૌત મામલે પણ તમે માનહાનિ કેસ વિશે સાંભળ્યું હશે. ખરેખરમાં જ્યારે કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે કંઇ એવું બોલે અથવા લખે આથવા આરોપ લગાવે છે, જેનો ઇરાદો તેને કોઇ પણ રીતે નુકસાન પહોંચાડવાનો હોય તો તેના વિરૂદ્ધ મામલો માનહાનિમાં આવે છે. એવું માનવમાં આવે છે કે, એક વ્યક્તિ બદનામ કરવાના ઇરાદાથી બીજા વ્યક્તિ વિરૂદ્ધ બોલવું, લખવુ અથવા આરોપ લગાવે છે. એવું ત્યારે કરવામાં આવે છે, જ્યારે કોઇ વ્યક્તિ કોઇ મૃત વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યો હોય. મૃત વ્યક્તિના સંબંધી ઇચ્છે તો માનહાનિનો કેસ નોંધાવી શકે છે.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા કર્ણાટકના કોલારમાં થયેલી એક જનસભામાં 13 એપ્રિલે ટિપ્પણી કરી હતી, ‘તમામ ચોરોના ઉપનામ મોદી જ કેમ છે’
માનહાનિના કેસ કેટલા પ્રકારના હોય છે?
માનહાનિનાં કેસ પણ બે પ્રકારના હોય છે. પ્રથમ, દિવાની માનહાનિના કેસમાં દોષિ વ્યક્તિને આર્થિક દંઢ ફટકારવામાં આવે છે. ત્યાં જ આપરાધિક માનહાનિના કેસમાં જેલની સજાનું પણ પ્રાવધાન છે. હાલના મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આપરાધિક માનહાનિના કેસમાં દોષિ ગણવામાં આવ્યા છે. આપરાધિક મામલે દોષિ થતા સંસદની સદસ્યતા રદ્દ કરવાનું પણ પ્રાવધાન છે. માટે તેમની લોકસભા સદસ્યતા પણ રદ્દ કરી દેવામાં આવી છે. માનહાનિનો કેસ સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં નોંધવામાં આવે છે. ક્રિમિનલ માનહાનિમાં સીઆરપીસીની કલમ-200 અંતર્ગત મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ નોંધવામાં આવે છે. જેના માટે સીધા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવતો નથી. ત્યાં જ તેમા વધારેમાં વધારે 2 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.
રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન કેમ મળ્યા?
જો ઉપરી કોર્ટ નીચલી કોર્ટના ફેંસલાને નિલંબિત ન કરે તો દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. કેટલાક મામલાઓમાં ઉપરી કોર્ટ સજાને સસ્પેન્ડ પણ કરી નાંખે છે. પરંતુ દોષમુક્ત કરતી નથી. આવી પરિસ્થિતિમાં પણ દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા. ખરેખમાં સજા આપનાર કોર્ટને કોઇ પણ મામલે દોષીને ત્રણ વર્ષથી ઓછી સજા સંભળાવવા પર તાત્કાલિક જામીન આપવાનો અધિકાર છે.
હવે તે સમજીએ કે માનહાનિને લઇ દેશનો કાયદો શું કહે છે? ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500માં કોઇ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ઠાને સુરક્ષા આપવાનું પ્રાવધાન છે. આઇપીસીની કલમ 499માં કહેવામાં આવ્યું છે કે, ક્યારે અને કઇ સ્થિતિમાં માનહાનિનો દાવો કરી શકાય. ત્યાં જ આઇપીસીની કલમ 500માં દોષી થતા આપવામાં આવતી સજા નિષે ઉલ્લેખ છે. જો કઇ વ્યક્તિના બોલવા, લખવા અથવા આરોપ લગાવવા પર બીજા વ્યક્તિના સન્માનને હાનિ પહોંચે છે તો તે જેટલી ઇચ્છે તેટલી માનહાનિની રકમનો દાવો કરી શકે છે. કોર્ટની ફિસ વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા છે.
ઉપલી કોર્ટમાં હારો તો શું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી હવે સુરતની અદાલતના ફેંસલાને ઉપલી અદાલતમાં પડકારી શકે છે. જો ઉપલી અદાલતમાં તેમને દોષમુક્ત ઠેરવવામાં આવે છે તો તેમની સંસદ સદસ્યતા ખતમ કરવાનો નિર્ણય પણ બરતરફ થઇ શકે છે. ઉપરી કોર્ટ જો તેવું કહી દે કે સીઆરપીસીની કલમ 389 અંતર્ગત તેમની સજા પર રોક લગાવવામાં આવે છે. તેના પછી કોર્ટ તેમની દોષસિદ્ધિ પર પણ રોક લગાવી દે તો તેઓ લોકસભા સાંસદ બની શકે છે. પરંતુ જો ઉપલી કોર્ટ પણ તેમને દોષિ માનતા સજા યથાવત રાખે છે તો રાહુલ ગાંધીને બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. ત્યાં જ જનપ્રતિનિધિ કાયદો 1951ની કલમ 8(3) અંતર્ગત સજા પૂર્ણ થયાના 6 વર્ષ બાદ એટલે કે 8 વર્ષ સુધી તે ચૂંટણી લડી શકે નહીં. માત્ર આટલું જ નહીં, આ દરમિયાન તેમને મતદાનનો પણ અધિકાર નહીં રહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર