કર્ણાટકનાં મુખ્યમંત્રીએ કહ્યું: ખેડૂતોની લોન માફ ન કરી શકું, તો રાજીનામું આપી દઇશ

News18 Gujarati
Updated: May 28, 2018, 12:35 PM IST
કર્ણાટકનાં મુખ્યમંત્રીએ કહ્યું: ખેડૂતોની લોન માફ ન કરી શકું, તો રાજીનામું આપી દઇશ
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી (ફાઇલ તસવીર)

  • Share this:
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમારાસામીએ જણાવ્યું કે, તેઓ કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યા છે તે માટે લોકોનો પુરતો ટેકો નથી પણ કોંગ્રેસની દયા પણ બન્યા છે. કેમ કે, તેમની પાર્ટી જનતાદળ (સેક્યુલર)ને કર્ણાટકની 6.5 કરોડ જનતાએ પૂર્ણ બહુમતી આપી નથી.

એચ.ડી કુમારાસામી રવિવારે દિલ્હી જવા નિકળ્યા ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. કુરમાસામી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રિય મંત્રીઓને મળશે.

કર્ણાટકમાં કોંગ્રેસે જનતાદળ (સેક્યુલર) પક્ષને ટેકો આપ્યો છે અને ભાજપને સરકાર બનાવતા રોક્યો છે.

કુમારાસામીએ કહ્યું હતું કે, ખેડૂતોની લોન માફી એ તેમની સરકારની પ્રાથમિક્તા રહેશે અને જો તેઓ ખેડૂતોનું લોન માફી નહીં કરી શકે તો, તેઓ રાજીનામું આપી દેશે.

જો કે, તેમણે લોકોને યાદ અપાવ્યું કે, તેમના પક્ષને સંપુર્ણ બહુમતિ મળી નથી એટલે કે લોકોએ તેમની પાર્ટીને નકારી દીધી છે. લોકોએ અમારા પક્ષને નકાર્યો છે. મેં લોકો પાસે સંપુર્ણ બહુમતિ માંગી હતી પણ અમને એ બહુમતિ મળી નથી. મારી સરકાર કોંગ્રેસની દયા પર નભેલી છે.

કુમારાસામીએ જણાવ્યું કે, એક રાજકારણી તરીકે તેમની કેટલી મર્યાદા બની ગઇ છે. કોઇ ખેડૂત નેતાઓએ ખેડૂતોની લોન માફી માટે મને દબાણ કરવાની જરૂર નથી. કેમ કે જો હું લોન માફી નહી કરી શકું તો હું પોતે જ રાજીનામું આપી દઇશ.કુમારાસામીએ ખેડૂતોને વિનંતી કરી હતી કે, લોન મામલે તેઓ કોઇ અંતિમ પગલુ ન ભરે. કોઇ ખેડૂત આત્મહત્યા ન કરે. હું એનો રસ્તો કાઢી રહ્યો છું.

કર્ણાટકનાં ભાજપનાં પ્રમુખ બી.એસ યેદીરપ્પાએ આ પહેલા કહ્યું હતું કે, 53,000 કરોડની ખેડૂતોની લોન માફ નહી થાય તો કર્ણાટકા બંધનું એલાન આપશે.
Published by: Vinod Zankhaliya
First published: May 28, 2018, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading