Home /News /national-international /

શું મહિલાઓના બેન્ક અકાઉન્ટમાં જમા થશે એક લાખ રૂપિયા? જાણો શું છે હકીકત

શું મહિલાઓના બેન્ક અકાઉન્ટમાં જમા થશે એક લાખ રૂપિયા? જાણો શું છે હકીકત

પ્રતિકાત્મક તસવીર

એક યુટ્યુબ વિડીયો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘મહિલા સ્વરોજગાર યોજના’ હેઠળ તમામ મહિલાઓને તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપી રહી છે.

    દિલ્હી: કેન્દ્ર સરકાર(Central Government) દેશની જનતા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓની મદદથી સામાન્ય જનતાને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. સરકારનું લક્ષ્ય ગરીબ લોકોના હાથ મજબૂત કરવાનું છે.

    પરંતુ તેની આડમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. ફ્રી ઈન્ટરેન્ટ અને સૌના હાથમાં સ્માર્ટફોન આવી જતા ખોટા અને ભ્રામક સમાચારો ફેલાવવાની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ખાસ કરીને સરકરી યોજનાઓ બાબતે ખુબ ખોટા સંદેશા ફેલાવાવમાં આવી રહ્યાં છે, જોકે સરકાર આવા સમાચારો બાબતે સતર્ક રહીને તે વિશે ખુલાસો કરતી હોય છે. એવો જ એક વાઇરલ મેસેજ આજકાલ ચર્ચામાં છે. એક યુટ્યુબ વિડીયો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘મહિલા સ્વરોજગાર યોજના’ (Mahila Swarojgar Yojana 2022) હેઠળ તમામ મહિલાઓને તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપી રહી છે. આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. PIBએ આવા સંદેશાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે.


    PIB ફેક્ટ ચેક દ્વારા આવા મેસેજથી સાવધાન રહેવા જણાવાયું છે. તેમનું કહેવું છે કે આવી કોઈ યોજના તાજેતરમાં અસ્તિત્વમાં નથી. PIBએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું કે, 'એક યુટ્યુબ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના હેઠળ તમામ મહિલાઓને તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપી રહી છે. આ દાવો તદ્દન ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સ્વરોજગાર જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી”

    આ પણ  વાંચો: પ્રેમિકા સાથે મળીને યુવકે કરી 3 મહિલાઓની હત્યા

    આ વિડીયો જોઈને કોઈપણ મૂંઝવણમાં પડી શકે છે. વિડીયો દ્વારા ફેલાવવામાં આવતા સંદેશાઓ દ્વારા સામાન્ય જનતાને છેતરવાના પ્રયાસો થઈ રહ્યા છે. PIBએ અપીલ કરી છે કે જો સોશિયલ મીડિયા પર આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તેની સાતત્યતાની તપાસ કરવા તેનો સંપર્ક કરો. આ માટે તમારે તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ @PIBFactCheck પર સંપર્ક કરવાનો રહેશે.

    PIB ફેક્ટ ચેક શું છે?

    તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ અથવા પોસ્ટનો પર્દાફાશ કરે છે. અને ખોટા સમાચારોનું ખંડન કરે છે. તે સરકારી નીતિઓ અને યોજનાઓની ખોટી માહિતીનું સત્ય બહાર લાવે છે. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 91-8799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.
    First published:

    Tags: Bank account, National news, Viral news, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन