'લોકોની ઈચ્છાથી પ્રતિમાઓ મૂકી,' માયાવતીએ SCમાં રજૂ કર્યું સોગંદનામું

News18 Gujarati
Updated: April 2, 2019, 1:26 PM IST
'લોકોની ઈચ્છાથી પ્રતિમાઓ મૂકી,' માયાવતીએ SCમાં રજૂ કર્યું સોગંદનામું
માયાવતી (ફાઇલ તસવીર)

માયાવતીએ સોદંગનામામાં લખ્યું કે, "આ પ્રતિમાઓ લોકોની ઈચ્છાઓને દર્શાવવા માટે રાજ્યના ધારાસભ્યોની ઈચ્છાથી મૂકવામાં આવી હતી."

  • Share this:
નવી દિલ્હી : બહુજન સમાજ પાર્ટીના વડાં માયાવતીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર તેમના સહિત નેતાઓની મૂકવામાં આવેલી પ્રતિમાએ અંગે જવાબ રજૂ કર્યો હતો.  માયાવતીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 'લોકોની ઈચ્છાનું માન રાખીને પ્રતિમાઓ મૂકવામાં આવી હતી.'

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં લખ્યું છે કે, તેમના અને અન્ય નેતાઓની પ્રતિમા મૂકવા પાછળનો ઉદેશ્ય વિવિધ સંતો, ગુરુઓ, સામાજિક સુધારકો અને નેતાઓના વિચારો અને આદર્શોનો ફેલાવો કરવાનો હતો. આના પાછળનો ઉદેશ્ય બીએસપીની પ્રસિદ્ધિ કરવાનો કે પછી મારી મહત્તા વધારવાનો ન હતો.

માયાવતીએ સોગંદનામામાં લખ્યું કે, "આ પ્રતિમાઓ લોકોની ઈચ્છાઓને દર્શાવવા માટે રાજ્યના ધારાસભ્યોની ઈચ્છાથી મૂકવામાં આવી હતી." આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ઠેરઠેર તેમની તેમજ બીએસપીના સિમ્બોલ હાથીઓની મૂકવામાં આવેલી પ્રતિમાઓ પર આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે, માયાવતીએ લોકોના પૈસે મૂકેલી આ તસવીરો પાછળ જે ખર્ચ થયો તે પરત આપવો જોઈએ.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે આદેશ કરતા જણાવ્યું હતું કે, "મેડમ માયાવતી, તમે હાથીઓ પાછળ જે લોકોનાં પૈસાનો ખર્ચ કર્યો છે તે પરત કરો. અમારો એવો મત છે કે તમારે લોકોના પૈસા તમારા ખિસ્સામાંથી પરત આપવા જોઈએ."
First published: April 2, 2019, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading