'રામ મંદિર મામલે અધ્યાદેશ લાવશો તો ટેકો નહીં':નિતીશ કુમારનો મોદીને ઠેંગો

News18 Gujarati
Updated: December 15, 2018, 2:34 PM IST
'રામ મંદિર મામલે અધ્યાદેશ લાવશો તો ટેકો નહીં':નિતીશ કુમારનો મોદીને ઠેંગો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ભારતીય જનતા પાર્ટીનાં સાથી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)એ નરેન્દ્ર મોદીને એક ઝટકો આપ્યો છે અને કહ્યું છે કે, રામ મંદિર મામલે જો નરેન્દ્ર મોદી અધ્યાદેશ લાવશે તો જનતાદળ (યુનાઇટેડ) ટેકો નહીં આપે.

નિતીશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) ભાજપનાં ટેકાથી બિહારમાં સાશન ભોગવે છે. જો કે, થોડા દિવસો પહેલા વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો રકાસ થયો અને કોંગ્રેસે કમબેક કરતા નિતીશ કુમારનાં સૂર બદલાયા હોય તેમ લાગે છે.

ભારતીય જનતાન પાર્ટીનાં નેતાઓ અને સંઘ પરિવારનાં નેતાઓ છેલ્લા થોડા દિવસોથી રામ મંદિરનાં મુદ્દે રીતસર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનો મામલે હાલ સુપ્રિમ કોર્ટમાં છે છતાં સંઘ પરિવાર એવું દબાણ લાવી રહ્યું છે કે, આ મામલે ઓર્ડિનન્સ (અધ્યાદેશ) લાવવામાં આવે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવે.

જનતા દળ (યુનાઇટેડ)નાં જનરલ સેક્રેટરી રામ ચન્દ્ર પ્રસાદ સિંઘે કહ્યું કે, અમારી અગાઉ જે સ્ટેન્ડ લીધુ હતુ તેને વળી રહેશે. જેમાં અયોધ્યામાં રામ મંદિરના મામલે ક્યાંતો સહમતિથી આ મુદ્દો ઉકલે અથવા કોર્ટ જે નિર્ણય આપે તેને માન્ય રાખવો. આ મામલો જનતા દળ (યુ) શુ માટે છે એ બાબતે કોઇ અણસમજ ન હોવી જોઇએ. જો રામ મંદિર મામલે અધ્યાદેશ લાવવામાં આવશે તો અમારી પાર્ટી તેને સપોર્ટ નહીં કરે. સમતા પાર્ટીનાં સમયથી અમારુ આ વલણ રહ્યું છે.”

2013માં એન.ડી.એ સરકારથી છેડો ફાડ્યા પછી જનતા દળ (યુ)એ હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે. કાશ્મીરમાં 370ની કલમ, અયોધ્યામાં રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દાને ગઠબંધન વખતે બાજુ પર રાખવા.
આ પહેલા, જનતા દળમાં તાજેતરમાં જ જોડાયેલા પ્રશાંત કિશોરે એમ કહ્યું હતું કે, રામ મંદિરનો મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવવો જોઇએ નહીં.એન.ડી.એનાં કેટલાક સાથી પક્ષોએ રામ મંદિર મામલે મોદી સરકારથી અલગ વલણ અપનાવ્યું છે.
First published: December 15, 2018, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading