શુ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે? પેટ્રોલિયમ મંત્રીએ કરી આ સ્પષ્ટતા
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદી અટકાવવા કહ્યું નથી અને ભારત તે દેશો પાસેથી ક્રુડની ખરીદી ચાલુ રાખશે, જેની પાસેથી તે હાલ ખરીદી રહ્યું છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા પછીથી પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી ક્રુડની ખરીદી બંધ કરી દીધી હતી. આવી સ્થિતિમાં ચીન અને ભારતે ઓછા ભાવ પર રશિયા પાસેથી ક્રુડની ખરીદી ચાલુ રાખી છે. ભારત વિશ્વનો ત્રીજો મોટો ક્રુડ ઈમ્પોર્ટર અને કન્ઝ્યુમર દેશ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદી અટકાવવા કહ્યું નથી અને ભારત તે દેશો પાસેથી ક્રુડની ખરીદી ચાલુ રાખશે, જેની પાસેથી તે હાલ ખરીદી રહ્યું છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા પછીથી પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી ક્રુડની ખરીદી બંધ કરી દીધી હતી. આવી સ્થિતિમાં ચીન અને ભારતે ઓછા ભાવ પર રશિયા પાસેથી ક્રુડની ખરીદી ચાલુ રાખી છે. ભારત વિશ્વનો ત્રીજો મોટો ક્રુડ ઈમ્પોર્ટર અને કન્ઝ્યુમર દેશ છે.
સસ્તા ભાવે ઈંધણ ઉપલબ્ધ કરાવાવું તે સરકારની જવાબદારી
અમેરિકાના અધિકારીઓ સાથેની વાતચીત અંગે વોશિંગ્ટન પહોંચેલા પુરીએ કહ્યું કે પોતાના કન્ઝ્યુમરને સસ્તા ભાવે ઈંધણ ઉપલબ્ધ કરાવવી તે સરકારની નૈતિક જવાબદારી હોય છે. પુરીએ કહ્યું કે ભારતે જેની પાસેથી ક્રુડ ખરીદવું હશે તેની પાસેથી ખરીદશે અને તેનું સાધારણ કારણ એ છે કે ભારતના કન્ઝ્યુમર્સના સંદર્ભમાં આ પ્રકારની ચર્ચા ન કરી શકાય. આમ પણ અમને કોઈએ રશિયા પાસેથી તેલ ખરીદવાની ના કહી નથી.
આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેલ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક અને તેના સહયોગી દેશો ઓપેક પ્લસના તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 20 લાખ બેરલનો ઘટાડો કરવાના નિર્ણયની અસરને ભારત ઘટાડી શકશે. પુરીએ યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રેનહોમ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ જણાવ્યું હતું કે, "જો તમે તમારી ઓઇલ પોલિસી વિશે સ્પષ્ટ છો, તેનો અર્થ છે કે તમે ઉર્જા સુરક્ષા અને ઉર્જા પરવડે તેવી ક્ષમતામાં વિશ્વાસ કરો છો, તો તમે જે સ્ત્રોતોમાંથી ઉર્જા ખરીદવા માંગો છો તે ખરીદશો."
ભારતની 85% તેલ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે
ભારતની 85% તેલ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે. આ સાથે ભારત તેલ ખરીદીના તેના સ્ત્રોતોનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સરકાર રશિયા પાસેથી તેલની ખરીદીનો આ આધાર પર બચાવ કરી રહી છે કે તેણે તેલ જ્યાંથી સસ્તું હોય ત્યાંથી ખરીદવું પડશે. સરકારે તેની આવકને મર્યાદિત કરવા માટે રશિયા પાસેથી ખરીદેલા તેલના ભાવને સીમિત કરવા માટે યુએસની આગેવાની હેઠળના G7 જૂથની યોજનામાં જોડાવાની કોઈ ઇચ્છા વ્યક્ત કરી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર