ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભારે જણાવ્યું કે, પછાત વર્ગોનાં કલ્યાણ વિભાગનો ચાર્જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પાછો આપી દેશે. રાજભારે એવો આક્ષેપ લગાવ્યો કે, તેમના વિભાગે કરેલી ભલામણોને સરકારે અવગણી છે.
જો કે, રાજભારે એમ કહ્યું કે, તેમના પાસે અન્ય વિભાગનો ચાર્જ છે તે પાછો નહીં આપે અને પોતાની પાસે જ રાખશે.
ઓમ પ્રકાશ રાજભારની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે.
તેમણે કહ્યું કે, ઘણા બધા લોકોએ ઉત્તર પ્રદેશની વિવિધ જગ્યાઓ પર એપ્લાય કર્યુ હતુ પણ એ માટે એક લિસ્ટ પણ બનાવવામાં આવ્યુ હતુ પણ સરકારે તેને સ્વીકાર્યુ નથી. આ ફાઇ જ્યારે મુખ્યમંત્રી સુધી પહોંચી ત્યારે તેમાંથી 27 લોકોનાં નામ ગાયબ હતા. જ્યારે આયોગમાં સભ્યોની નિમણૂંકમાં જ મંત્રીનો કોઇ રોલ ન હોય તો તે મંત્રાલયનો કારભાર રાખીને શું કરવાનું ? બધા જ નિર્ણયો યોગી આદિત્યનાથ લે છે. જે વિભાગનો કારભાર મારી પાસે છે તો તેની જવાબદારી પણ મારી જ છે”.
ઉત્તર પ્રદેશની કુલ વસ્તીનાં 44 ટકા લોકો પછાત વર્ગમાં આવે છે. અને ઉત્તર પ્રદેશનાં રાજકારણમાં આ વગ્રનો મહત્નો રોલ છે અને સરકાર બનાવવામાં પણ તેમનો મહત્વનો રોલ હોય છે.
રાજભારે એવો પણ આક્ષેપ કર્યો કે, પછાત વર્ગોમાં આવતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. જ્યારે તમે સબકા સાથ, સબકા વિકાસની વાત કરો છો ત્યારે તમામ સાથે સરખો વ્યવહાર રાખવો જોઇએ”.
2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ 403 બેઠકોમાંથી ભાજપને 312 બેઠકો મળી હતી જ્યારે બહુજન સમાજ પાર્ટીએ ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. અપના દળ (સોનેલાલ) પક્ષે નવ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર