અદાર પૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે?

News18 Gujarati
Updated: September 26, 2020, 5:20 PM IST
અદાર પૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે?
(AP)

પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયા ઉત્પાદિત વેક્સીનની સંખ્યાના હિસાબથી દુનિયામાં સૌથી મોટી વેક્સીન નિર્માતા છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)સામે લડવામાં ભારત માટે આગામી પડકાર વિશે વાત કરતા સીરમ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ (Serum Institute of India- SII)અદાર પૂનાવાલાએ (Adar Poonawalla)શનિવારે પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર પાસે કોવિડ-19 વેક્સીનની (COVID-19 Vaccine) ખરીદી અને વિતરણ માટે આગામી એક વર્ષમાં ખર્ચ કરવા માટે 80,000 કરોડ રૂપિયા છે.

પૂનાવાલાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે - ત્વરિત પ્રશ્ન : શું ભારત સરકાર પાસે આગામી એક વર્ષમાં 80,000 કરોડ રૂપિયા ઉપબલ્ધ હશે? કારણ કે ભારતમાં બધા માટે વેક્સીન ખરીદવા અને વિતરણ કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આટલી રકમની જરૂર છે. પૂનાવાલાએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરતા ટ્વિટ કર્યું છે. આ આગામી પડકાર છે, જેને આપણે નિપટવું પડશે.

આ પણ વાંચો - BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી, આ નેતાઓને મળી મોટી જવાબદારી

પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયા ઉત્પાદિત વેક્સીનની સંખ્યાના હિસાબથી દુનિયામાં સૌથી મોટી વેક્સીન નિર્માતા છે. જે આ નવા કોરોના વાયરસ માટે અલગ-અલગ વેક્સીન પર કામ કરી રહ્યું છે. અલગ-અલગ સંભવિત વેક્સીનમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની વેક્સીન પણ સામેલ છે. જે વૈશ્વિક ચર્ચા મેળવી રહી છે. સાથે પોતે પણ પોતાની વેક્સીન વિકાસ કરી રહ્યું છે.
Published by: Ashish Goyal
First published: September 26, 2020, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading