જાની દુશ્મન સપા-બસપાનું ગઠબંધન: “અમે મોદી-અમિત શાહની ઉંઘ હરામ કરીશું”

News18 Gujarati
Updated: January 12, 2019, 12:28 PM IST
જાની દુશ્મન સપા-બસપાનું ગઠબંધન: “અમે મોદી-અમિત શાહની ઉંઘ હરામ કરીશું”
અખિલેશ, માયાવતી (ફાઇલ તસવીર)

માયાવતીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનાં આરોપ પણ લગાવ્યા હતા અને કહ્યું કે, કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાથી અજાણ્યા નથી.

  • Share this:
બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ આજે ગઠબંધન જાહેર કર્યુ છે અને બસપા સુપ્રિમો માયાવતીએ એવો દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં ગઠબંધન થવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ જશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને ધૂળ ચાંટતા કરીશું.

આજે શનિવારે માયાવતી અને સમાજવાદી પાર્ટાનાં નેતા અખિલેશ યાદવે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી અને એવો સંકલ્પ જાહેર કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભામાં ભાજપનાં વિજયરથને રોકશે.

પત્રકારોને સંબોધન કરતા માયાવતીએ કહ્યું કે, 1990નાં અરસામાં ભાજપનાં કારણે લોકોને ખુબ સહન કરવું પડ્યુ હતું. 1993માં બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો કાંશીરામ અને સમાજવાદી પાર્ટીને સુપ્રિમો મુલાયમ સિંઘ યાદવ ભેગા ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશની ચૂંટણી જીત્યા હતા. બસપા ડો. બાબાસાહેબ આંબેડકરનાં રસ્તે ચાલવા માંગે છે અને એ પરિણામ લાવવા માંગે છે”

માયાવતી અને અખિલેશ યાદવનાં ટેકેદારોએ અબકી બાર માયા ઓર અખિલેશનાં સ્લોગન બોલાવ્યા હતા.
માયાવતીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, સપા અને બસપાનું ગઠબંધન એ ગરીબો માટે છે. વર્કરો માટે છે. વેપારીઓ અને યુવાનો માટે છે. દલિતો અને લઘુમતિઓ માટે છે. દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસનાં ઉમેદવારે પેટા ચૂંટણીનાં ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
માયાવતીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનાં આરોપ પણ લગાવ્યા હતા અને કહ્યું કે, કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાથી અજાણ્યા નથી. અમે જો કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હોત તો ગઠબંધનને કંઇ ફાયદો થાત નહી” 
First published: January 12, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading