ઉદ્ધવ કેબિનેટનો નિર્ણય, શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ, ખેડૂતો માટે નિર્ણય ટૂંક સમયમાં

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા. (Photo: PTI)

સરકાર પર જનતાનો આશીર્વાદ રહેવો જોઈએ, એક-બે દિવસમાં ખેડૂતોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરીશું : ઉદ્ધવ ઠાકરે

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કેબિનેટની પહેલી બેઠક કરી. બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં જનતાને વિશ્વાસ અપાવ્યો કે મહારાષ્ટ્રમાં સારી સરકાર આપશે અને ખેડૂતોની ખુશહાલી માટે કામ કરશે. તેઓ એક-બે દિવસમાં ખેડૂતોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરશે. મુખ્યમંત્રી ઠાકરેએ રાયગઢ (Raigarh Fort)ના શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાની જાહેરાત કરી.

  સૅક્યુલર વિશે પૂછવામાં આવતાં ઉદ્ધવ ઠાકરે વળતો સવાલ કર્યો કે, સૅક્યુલરનો અર્થ શું છે? તેના જવાબમાં તેઓએ પોતે કહ્યુ કે, બંધારણમાં જે છે તે સૅક્યુલર છે. સૂત્રોથી મળતી જાણકારી મુજબ, મહારાષ્ટ્રમાં બે સમન્વય સમિતિઓની પણ રચના કરવામાં આવશે, આ સમિતિઓ સરકાર અને ગઠબંધનનની વચ્ચે તાલમેળ સાધવાનું કામ કરશે.

  મુખ્યમંત્રી ઠાકરેની સાથે ગુરુવારે કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને કાર્યકારી અધ્યક્ષ નિતિન રાઉતે પણ મંત્રી પદના શપથ લીધા છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ કૉટાથી શપથ લેનારા થોરાટ મરાઠા સમુદાય અને રાઉત દલિત સમુદાયમાંથી આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે બહુમત સાબિત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા મંત્રીમંડળનો વિસ્તાર થશે. શપથ ગ્રહણ સમારોહમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને પાર્ટી નેતા અજિત પવાર અને સુપ્રિયા સુલે, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, મનસે પ્રમુખ રાજ ઠાકરે, દ્રમુક નેતા એમ. કે. સ્ટાલિન અને અનેક અન્ય નેતા ઉપસ્થિત હતા.

  શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી

  નાયબ-મુખ્યમંત્રી વિશેના સવાલનો ઉદ્ધવ ઠાકરેએ જવાબ ન આપ્યો. તેઓએ રાયગઢમાં શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાના ફંડ ફાળવી દીધું છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે, સરકાર પર જનતાનો આશીર્વાદ રહેવો જોઈએ. અમારી સરકાર સામાન્‍ય જનતા માટે કામ કરશે. ઠાકરેએ કહ્યુ કે, બેઠકમાં ખેડૂતો વિશે પણ ચર્ચા થઈ. મુખ્ય સચિવ પાસે ખેડૂતો વિશે જાણકારી માંગવામાં આવી છે. તેઓએ કહ્યુ કે, અમારી સરકાર ખેડૂતોની ખુશહાલી માટે કામ કરશે.

  આ પણ વાંચો,

  ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
  અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવને કહ્યુ- દેશમાં મુસ્લિમો નહીં હિન્દુઓ શાંતિ ડહોળે છે
  Published by:Mrunal Bhojak
  First published: