શું વીર સાવરકરને મળશે ભારત રત્ન? અમિત શાહે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:36 PM IST
શું વીર સાવરકરને મળશે ભારત રત્ન? અમિત શાહે આપ્યો આ જવાબ
સાવરકર પરિવાર જેટલો રાષ્ટ્રભક્ત પરિવાર નથી : ગૃહ મંત્રી અમિત શાહ

સાવરકર પરિવાર જેટલો રાષ્ટ્રભક્ત પરિવાર નથી : ગૃહ મંત્રી અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં બીજેપીએ પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે તે ફરી સત્તામાં આવશે તો સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરશે. આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ન્યૂઝ18 નેટવર્ક (News18 Network)ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ સવાલ પૂછ્યો. તેની પર અમિત શાહે કહ્યુ કે, સાવરકરજી વિશે મારું સ્પષ્ટ કહેવું છે કે તેમના જેટલો રાષ્ટ્રભક્ત અને સાવરકર પરિવાર જેવા બલિદાની પરિવાર ખૂબ જ જૂજ છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં બીજેપીએ વાયદો કર્યો છે કે તે સત્તામાં ફરી આવશે તો વીર સાવરકર, જ્યોતિબા રાવ ફુલેને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવી. આ બધાં મુદ્દાઓ પર અમિત શાહે પોતાનો જવાબ આપ્યો.

સાવરકર પરિવાર જેટલો રાષ્ટ્રભક્ત પરિવાર નથી

અમિત શાહને પૂછવામાં આવ્યું કે, વીર સાવરકરને ભારત રત્ન આપવાની વાત પર તેઓ શું કહેવા માંગશે, તો તેઓએ કહ્યુ કે, મને નિયમો માલુમ નથી. તેને ધ્યાનથી જોવા પડશે કે નિયમ શું છે. પરંતુ વીર સાવરકરજી વિશે મારું કહેવું સ્પષ્ટ છે કે તેમના જેટલો રાષ્ટ્રભક્ત અને સાવરકર પરિવાર જેટલો બલિદાની પરિવાર દેશમાં ઘણા ઓછા છે. દેશમાં એવું કોઈ નથી, જેને એક જન્મની અંદર બે વાર આજીવન કેદની સજા મળી હોય. દેશમાં એવો કોઈ પરિવાર નથી, જેના બંને દીકરા એક જ જેલમાં રહેતા હોય અને એક બીજાને ન મળ્યા હોય. દેશમાં એક પણ પરિવાર એવો નથી, જેની સંપત્તિ અંગ્રેજોએ 6-6 વાર જપ્ત કરવામાં આવી હોય. તો જે પણ લોકો સાવરકરજીની સાથે વિવાદ કરી રહ્યા છે તેઓ દેશની સાથે ચેડાં કરી રહ્યા છે. યુવા પેઢીને સાવરકરથી પ્રેરણા લેવાથી રોકવાનું પાપ કરી રહ્યા છે.

હિન્દુ રાષ્ટ્ર પર અમિત શાહે આપ્યો આ જવાબ

ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ કે ન નહીં તે સવાલ પર અમિત શાહે કહ્યુ કે, હિન્દુ રાષ્ટ્રનો જ્યાં સુધી સવાલ છે, તેની કલ્પનાને પહેલા જ ડિફાઇન કરી દો. દરેક વ્યક્તિની પોત-પોતાની કલ્પના હોય છે. ભારત પોતાના બંધારણ હેઠળ ચાલવું જોઈએ અને બંધારણ હેઠળ જ ચાલી રહ્યું છે.વારાણસીમાં પણ એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યુ કે, વીર સાવરકર ન હોત તો 1857ની ક્રાંતિ પણ ઈતિહાસ ન બનતી, તેને પણ આપણે અંગ્રેજોની દૃષ્ટિથી જોતાં. વીર સાવરકરે જ 1857ની લડાઈને પહેલા સ્વાતંત્રતા સંગ્રામનું નામ આપ્યું.

આ પણ વાંચો,

દિલ્હી સરકારથી લોકોનો મોહભંગ થઈ ગયો છે - અમિત શાહ
અમિત શાહે કહ્યુ- NRC 2024 પહેલા લાગુ કરીશું, તમામ મુસલમાન ઘૂસણખોર નથી
અમિત શાહનું મોટું નિવેદન, મૉબ લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर