Afghanistan Crisis: મંદિરના પૂજારીએ કાબુલ છોડવાનો કર્યો ઇન્કાર, કહ્યુ- તાલિબાની મને મારે તો તેને મારી સેવા સમજીશ

અનેક હિન્દુઓએ પંડિત રાજેશ કુમારને મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી હતી. (તસવીર-ટ્વીટર)

Afghanistan-Taliban Crisis: કાબુલમાં આવેલા રતન નાથ મંદિરના પૂજારી પંડિત રાજેશ કુમાર પોતાનું કર્તવ્ય છોડીને ક્યાંય જવા નથી માંગતા, કહી આ હૃદયસ્પર્શી વાત

  • Share this:
    નવી દિલ્હી. તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાનથી પોતાનો જીવ બચાવીને રવાના થઈ રહેલા લોકોની વચ્ચે એક વ્યક્તિ એવી પણ છે, જે પોતાનું કર્તવ્ય છોડીને ક્યાંય જવા નથી માંગતી. રતન નાથ મંદિર (Ratan Nath Temple)ના પૂજારી પંડિત રાજેશ કુમાર (Pandit Rajesh Kumar)એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મંદિરને છોડીને ક્યાંય નહીં જાય. તેમનું કહેવું છે કે જો તેઓ તાલિબાનના હાથે માર્યા જશે તો, તો તેઓ તેને સેવા સમજશે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Taliban Captures Kabul) પર કબજો કર્યા બાદથી જ અફઘાનિસ્તાન (Afghanistan) છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે, તાલિબાનના વધતા પ્રભાવ બાદથી મે મહિનાના અંતમાં જ લોકોએ દેશ છોડીને જવાનું શરૂ કરી દીધું હતું.

    અન્ય લોકોની જેમ જ રાજેશ કુમારને પણ કાબુલ છોડવાની અપીલ કરવામાં આવી હતી. અનેક હિન્દુઓએ તેમના પ્રવાસ અને રહેવાના ખર્ચની વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરી હતી. પોતાના ટ્વીટર હેન્ડલ @BharadwajSpeaks પર ભારદ્વાજે લખ્યું કે, કાબુલમાં રતન નાથ મંદિરના પૂજારી રાજેશ કુમારે કહ્યું, ‘કેટલાક હિન્દુઓએ મને કાબુલ છોડવાની અપીલ કરી હતી અને મારા પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. પરંતુ મારા પૂર્વજોએ આ મંદિરની અસંખ્ય વર્ષોથી સેવા કરી છે. હું તેને છોડીને નહીં જાઉં. જો તાલિબાન મને મારી નાખે છે તો હું તેને મારી સેવા સમજીશ.’

    આ પણ વાંચો, એમ્બસી પર સતત નજર રાખી રહ્યા હતા તાલિબાની, અધિકારીઓનો અંગત સામાન પણ છીનવ્યો, આવી રીતે નીકળ્યા ભારતીય કર્મચારી

    કાબુલ પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ ભયંકર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પોતાનો જીવ બચાવવા માટે મોટી સંખ્યામાં લોકોના હૃદય કંપાવનારા વીડિયો પણ સામે આવી રહ્યા છે. દેશમાં લગભગ બે દશકા બાદ વાપસી કરતા તાલિબાનના શાસનની વાપસીના ડરથી લોકો પોતાનો જીવ બચાવીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જ્યાં લોકો સૈન્ય પ્લેન પર લટકીને કાબુલથી બહાર ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

    આ પણ વાંચો, Who leads Taliban: આ 4 તાલીબાની નેતાઓની લીડરશીપમાં અફઘાનિસ્તાનમાં થઈ રાજકીય ઉથલપાથલ


    નોંધનીય છે કે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં નાના શીખ અને હિન્દુ સમુદાયની ભારત વાપસીમાં મદદ કરશે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે અફઘાન, શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ. અમે એ લોકોને ભારત વાપસીની સુવિધા આપીશું, જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે. આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં ભારતીય એમ્બસી તરફથી ભારતીય નાગરિકો માટે ચાર એડવાઇઝરી જાહેર કરવામાં આવી ચૂકી છે.
    Published by:Mrunal Bhojak
    First published: