Home /News /national-international /ચીન રશિયાના રસ્તે ચાલશે? અમેરિકી ગુપ્તચર એજન્સીએ તાઈવાન પરના હુમલા અંગે શું ચિંતા વ્યક્ત કરી?

ચીન રશિયાના રસ્તે ચાલશે? અમેરિકી ગુપ્તચર એજન્સીએ તાઈવાન પરના હુમલા અંગે શું ચિંતા વ્યક્ત કરી?

શું રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ હવે ચાઈના પણ તાઈવાન મામલે રશિયાના માર્ગે આગળ વધશે?

રશિયા દ્વારા યુક્રેન (Russia-Ukraine War) પર હુમલા બાદ ચીન તાઈવાન (China-Taiwan) ને ઈશારા-ઈશારામાં ધમકી આપી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (china president Xi Jinping) ચેતવણી આપી છે કે, જો તાઈવાનના પુનઃ એકીકરણ માટે કોઈ વિરોધ થશે તો તેઓ સૈન્ય કાર્યવાહી કરતા ખચકાશે નહીં

વધુ જુઓ ...
ન્યૂયોર્કઃ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAએ યુક્રેન વિરુદ્ધ રશિયા (Russia-Ukraine War) ની આક્રમક સૈન્ય કાર્યવાહી અંગે ફરી ચિંતા વ્યક્ત કરી છે. CIA ના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે કહ્યું છે કે, રશિયાના આ પ્રતિકારને જોઈ ચીન પણ તાઈવાન (China-Taiwan) પ્રત્યે કડક વલણ દાખવી શકે છે. બેઇજિંગે હંમેશા દાવો કર્યો છે કે, તાઇવાન તેમનો અભિન્ન ભાગ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (china president Xi Jinping) ચેતવણી આપી છે કે, જો તાઈવાનના પુનઃ એકીકરણ માટે કોઈ વિરોધ થશે તો તેઓ સૈન્ય કાર્યવાહી કરતા ખચકાશે નહીં.

વિઓનમાં છપાયેલા અહેવાલ અનુસાર, ઘણા સૈન્ય નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે યુક્રેન પર રશિયાના હુમલાને બચાવીને ચીન તાઈવાન પર હુમલો (China Taiwan War) કરી શકે છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં, બર્ન્સે કહ્યું કે, "મને લાગે છે કે ચીનનું નેતૃત્વ તાઇવાન પર નિયંત્રણ મેળવવા માટે બળનો ઉપયોગ કરવાના કોઈપણ પ્રયાસો અને પરિણામોને નજીકથી જોઈ રહ્યું છે."

બર્ન્સે કહ્યું કે તેઓ માને છે કે, બેઇજિંગ રશિયન લશ્કરી દળોના નબળા પ્રદર્શનથી ચોંકી ગયું છે અને પુતિને જે કર્યું છે તેનાથી યુરોપિયન દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સ નજીક આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ યુદ્ધને કારણે રશિયાને બેવડી માર સહન કરવી પડી છે.

તો, સીઆઈએ ડાયરેક્ટર એ પણ નકારી કાઢ્યું છે કે, રશિયા આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ માને છે કે, પુતિન માત્ર ધમકી આપી શકે છે પરંતુ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં.

આ પણ વાંચોBull Vs Bear: આવતા અઠવાડિયે કયા ફેક્ટર નક્કી કરશે શેર માર્કેટની દિશા અને દશા?

તમને જણાવી દઈએ કે, રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ ચીન તાઈવાનને ઈશારા-ઈશારામાં ધમકી આપી રહ્યું છે. તાજેતરમાં, તેમણે તાઈવાન સાથે અમેરિકાની વાતચીત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કોઈપણ ત્રીજા પક્ષની દખલ સ્વીકાર્ય નહીં હોય.
First published:

Tags: China army, India-China News, Russia and Ukraine War, Russia news, Russia ukrain crisis, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Taiwan, USA, World news, World News in gujarati