Home /News /national-international /

...તો ફરી ATMની લાઇનમાં ઉભા રહેવું પડશે, બેંકોમાં 11 દિવસની રજા !

...તો ફરી ATMની લાઇનમાં ઉભા રહેવું પડશે, બેંકોમાં 11 દિવસની રજા !

    ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થઇ ચૂકી છે અને આગામી બે મહીનામાં ચાર મોટા તહેવાર પણ આવવા જઇ રહ્યાં છે. મહત્વની વાત છે કે આ તહેવારો પર દરેક બેંકોમાં રજાઓ રહેશે. બેંકો બંધ રહેવાને લઇ લોકોએ દિવાળી-દશેરા સિવાય ઇદ-એ-મિલાદ અને ગુરૂ તેગ બહાદુરજીનાં શહીદી દિવસ પર કેશની મોટી સમસ્યા ઉભી થઇ શકે છે.

    કેટલી રજા રહેશે બેંકોમાં ?

    RBIની વેબસાઇટનાં અનુસાર, ઓક્ટોમ્બર મહીનામાં ગુરૂવારનાં રોજ 18 તારીખથી લઇને રવિવારનાં રોજ 21 તારીખ બેંકમાં રજાઓ રહેશે. જો કે કેટલાંક રાજ્યોમાં શનિવારનાં રોજ 20 ઓક્ટોમ્બરનાં રોજ બેંકો ખુલ્લી રહેશે. આ હિસાબથી જોતાં 18, 19 અને 21 ઓક્ટોમ્બરનાં રોજ બેંકમાં રજાઓ રહેશે.

    મિનિ વેકેશન

    નવેમ્બરનાં પહેલા સપ્તાહમાં જ દિવાળીનો તહેવાર 5 તારીખથી શરૂ થઇ જશે. 5 તારીખનાં રોજ ધનતેરસ, 6 તારીખે નાની દિવાળી, 7નાં રોજ દિવાળી, 8નાં રોજ ગોવર્ધન અને 9એ ભાઇબીજ છે. ત્યાં બીજી બાજુ તારીખ 10 અને 11 નવેમ્બરનાં રોજ રવિવાર છે.

    આ પ્રકારે અનેક રાજ્યોમાં 5થી લઇને 11 તારીખ સુધી છુટ્ટી રહેશે. જે રાજ્યોમાં દિવાળીનાં તહેવારની અસર નહીં થાય તે દક્ષિણ ભારત અને પૂર્વોત્તરનાં રાજ્ય છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમી ભારતમાં આ દરમ્યાન બેંકોમાં પણ કામ નહીં હોય. તે જ મહીનાનાં અંતમાં 23 નવેમ્બરનાં રોજ ઇદ-એ-મિલાદ અને 24નાં રોજ ગુરૂ તેગ બહાદુરનો શહીદી દિવસ છે.

    કેમ ખાલી થઇ જશે ATM ?

    આ દિવસોમાં એટીએમમાં પણ કેશની સમસ્યા સર્જાઇ શકે છે. જેથી અમારી સલાહ છે કે આપ પોતાનાં માટે પર્યાપ્ત કેશની વ્યવસ્થા પહેલેથી જ કરી લો કે જેથી આગળ જતા આપે કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જો કે બેંકો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તહેવાર સમયે એટીએમમાં કેશની સમસ્યા ના થાય તેથી પહેલેથી જ પર્યાપ્ત વ્યવસ્થા કેશ મેનેજ કરવાનું કંપનીઓને કહી દેવામાં આવ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Diwali, Festivals Season, Holidays in Bank, Shortage of cash, આરબીઆઇ, એટીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन