Home /News /national-international /જંગલી હાથીએ મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો...

જંગલી હાથીએ મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો...

જંગલી હાથીએ મચાવ્યો કોહરામ

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક હાથી રહેણાંક વિસ્તારમાં ઉભેલા બાઇકને ફંગોળ્યો કરતા જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં રસ્તા પર ઉભેલા તમામએ માંડ માંડ જીવ બચાવીને ભાગતા જોવા મળી રહ્યા છે.

    કેરળ: કેટલાક સ્થાનિકો પર ગુસ્સે ભરાયેલા જંગલી હાથીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વાયરલ વીડિયો કેરળનો છે. જો કે, તે જાણી શકાયું નથી કે, હાથીને કેવી રીતે ઉશ્કેરવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયોમાં, ગજાનંદ ખુબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.




    આ ઘટના 11 ઓક્ટોબરે બની હતી અને જોકે આ ઘટનાની તારીખ આ CCTVમાંથી જાણી શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે, લગભગ 8.30 વાગ્યાની આસપાસ, એક જંગલી હાથી સ્થાનિક લોકો પર હુમલો કરતો જોવા મળ્યો હતો. આ ઘટના દરમિયાન અમુલ લોકો રસ્તા પર ઉભા જોવા મળી રહ્યા છે, આ સાથે તેની, અમુક બાઇક ઉભેલા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન, થોડા સમયમાં ગભરાટમાં બધા ભાગતા જોવા મળી રહ્યા છે. રાતના અંધારામાં આવતા હાથીને જોઈને લોકો દોટ મુકી રહ્યા હતા.

    આ પણ વાંચો: Viral video: કડીની શોભાયાત્રામાં દોડ્યો હાથી, જે પછી થયું તે જોવા જેવું છે

    જણાવવામાં આવી રહ્યું છે કે, આ ચોંકાવનારો વીડિયો કેરળના મલપ્પુરમના ચેરુપુઝાનો છે. વીડિયોમાં હાથી એક દુકાનની સામે પાર્ક કરેલી બાઇકને ફેંકી દેતો પણ જોવા મળે છે. બાદમાં, વન અધિકારીઓ અને રહેવાસીઓએ સફળતાપૂર્વક હાથીને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Video goes viral, એલિફન્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन