Home /News /national-international /લગ્ન બાદ પતિ-પત્ની હનીમૂન પર ગયા, પતિને બેભાન કરી પત્ની ફિલ્મી સ્ટાઇલમાં ફરાર થઇ, જાણો કેમ?

લગ્ન બાદ પતિ-પત્ની હનીમૂન પર ગયા, પતિને બેભાન કરી પત્ની ફિલ્મી સ્ટાઇલમાં ફરાર થઇ, જાણો કેમ?

લગ્ન બાદ 8 ડિસેમ્બરે પતિ-પત્ની હનીમૂન માટે દેહરાદૂન જવા રવાના થયા હતા.

આ મામલો સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક યુવકના લગ્ન આગરા કેન્ટમાં રહેતી યુવતી સાથે ગયા વર્ષે 28 નવેમ્બરે થયા હતા. લગ્નની આખી વિધિ અલીગઢના ગેસ્ટ હાઉસમાં જ થઈ હતી

    અલીગઢ. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પતિ હનીમૂન માટે ઉત્તરાખંડ ગયો હતો જ્યારે તેની પત્ની તેને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ભાગતા પહેલા પત્નીએ પતિને નશીશી વસ્તુ સુંઘાડીને બેભાન કરી નાખ્યો હતો. જોકે પતિને હવે ખબર પડી છે કે તેની પત્નીએ પહેલા પણ પ્રેમ લગ્ન કરી લીધા હતા. તે હવે પોલીસની મદદ માટે ગોળ ગોળ ફરી રહ્યો છે.

    મળતી માહિતી મુજબ આ મામલો સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક યુવકના લગ્ન આગરા કેન્ટમાં રહેતી યુવતી સાથે ગયા વર્ષે 28 નવેમ્બરે થયા હતા. લગ્નની આખી વિધિ અલીગઢના ગેસ્ટ હાઉસમાં જ થઈ હતી. લગ્ન બાદ 8 ડિસેમ્બરે પતિ-પત્ની હનીમૂન માટે દેહરાદૂન જવા રવાના થયા હતા. અહીંયા પછી તેઓ મસૂરી ગયા અને પછી ઋષિકેશ પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: અમદાવાદમાં સિનિયર સિટીઝનો પાસેથી એટીએમ લઇ છેતરપિંડી કરતો આરોપી અમદાવાદમાં ઝડપાયો

    પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ

    જાગરણમાં છપાયેલા સમાચાર અનુસાર, એવું કહેવામાં આવે છે કે ઋષિકેશની જે હોટલમાં પતિ-પત્ની રોકાયા હતા, ત્યાં મહિલાએ તેના પતિને રાત્રે નશીલો પદાર્થ સુંઘાડ્યો હતો. તેણીએ તેને બેભાન કરી દીધો અને ભાગી ગઇ હતી. યુવક ભાનમાં આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. પત્નીને ક્યાંય ન દેખાતા તેણે હોટલ સ્ટાફ સાથે પૂછપરછ કરી હતી. તે પછી પણ મહિલા ન મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકે પોલીસને જણાવ્યું કે તેના પૈસા અને દાગીના પણ ગાયબ છે.

    પત્નીએ લવ મેરેજ કર્યા હતા

    આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ ફૂટેજમાં યુવતી ક્યાંક એકલી જતી જોવા મળે છે. ત્યારપછી તેના વિશે કંઈ જાણવા મળ્યું ન હતું. ઉતાવળમાં યુવકે પોતાના ઘરે ફોન કર્યો અને પાછો અલીગઢ પહોંચ્યો હતો. જ્યારે તેણે યુવતીના પરિવારજનોને પૂછપરછ કરી તો તેઓ ટાળવા લાગ્યા. પરંતુ બાદમાં ખબર પડી કે યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા છે. યુવક હવે પોલીસની મદદ લેવા માટે ચક્કર લગાવી રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Aligarh, Husband and Wife, Uttarakhand news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन