લગ્નની વર્ષગાંઠ પર પત્નીએ પહેર્યો એક કિલો સોનાનો હાર, પતિને પોલીસનું 'તેડું', કહીકત કંઈક અલગ જ નીકળી

વાયરલ વીડિયો પરથી તસવીર

લગ્નની વર્ષગાંઠની ઉજવણી વખતે બાલા કોલીની પત્નીએ એક કિલોનો સોનાનો હાર પહેર્યો હતો. જોકે પતિએ પોલીસ સમક્ષ અલગ સત્ય જણાવ્યું હતું.

 • Share this:
  મુંબઈઃ સોશિયલ મીડિયા (social media) ઉપર રૂઆબ જમાવવા માટે લોકો શું શું કરે છે. મુંબઈના (mumbai) ભિવંડી, કોગાંવ વિસ્તારમાં રહેનારા બાલા કોલીને આવું કરવું ભારે પડ્યું હતું. એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર થયો હતો. જેમાં બાલા કોલીની પત્નીએ ભારેભરખમ મંગળસૂત્ર (હાર) પહેરેલો દેખાય છે. આ હાર (Gold Mangalsutra) એટલો લાંબો હતો કે તે મહિલાના ઘુંટણ સુધી પહોંચી રહ્યો હતો. દરેક લોકો સોનાનો આટલો મોટો હાર જોઈને દાંત વચ્ચે આંગળી દબારી રહ્યા હતા.

  સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર હાર સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો વાયરલ થાં કોગાંવ પોલીસની પણ આના ઉપર નજર પડી હતી. પોલીસે પછી બાલા કોહલીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. એક સીનિયર ઇન્સ્પેક્ટર પ્રમાણે બાલા કોલી અને તને પરિવારની સુરક્ષા માટે આવું કરવું જરૂરી હતી.

  બાલા કોહલીએ પોલીસને હારની કંઈક અલગ જ કહાની જણાવી હતી. બાલા કોહલી પ્રમાણે લગ્નની વર્ષગાંઠને કંઈક અલગ પ્રકારે મનાવવાનું વિચાર્યું હતું. એટલા માટે વર્ષગાંઠના દિવસે કેક કાપી અને બાલા કોલીએ આ અવસર ઉપર પત્ની માટે ફિલ્મી ગીત પણ ગાયું હતું. આ અવરસ ઉપર બાલા કોલીની પત્નીની પત્નીએ જે હાર પહેર્યો હતો. તે હારનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબજ રસપ્રદ સાબિત થઈ હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

  આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

  આ પણ વાંચોઃ-નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

  આ પણ વાંચોઃ-સુરતઃ એક્ટર બનવા મુંબઈ ગયેલા પતિએ સસરા પાસે લીધા ઉધાર પૈસા, સસરાએ પુત્રવધૂ પાસે આવી રીતે વસૂલ્યા પૈસા

  બાલા કોલીએ પોલીસને જણાવ્યું કે આ મંગળસૂત્ર અસલી સોનાનું ન હતું. આ કલ્યાણના એક જ્વેલર પાસે બનાવડાવ્યું હતું. પોલીસે જ્વેલર પાસેથી પણ હાર અંગે પુષ્ટી કરી હતી. અને હાર સોનાનો ન હતો.  બાલા કોલીએ જણાવ્યું કે પત્નીને લગ્નની વર્ષગાંઠ ઉપર એક મત્રસૂત્ર ગણા સમય પહેલા બનાવ્યો હતો. એક કિલો વજનનો આ હાર માત્ર 38,000 રૂપિયામાં બન્યો હતો. પત્નીએ આ હાર લગ્નની વર્ષગાંઠના દિવસે પહેર્યો હતો. પોલીસે મને પોલીસ સ્ટેશન બોલાવ્યો ત્યારે બધી હકીકત જણાવવી પડી.
  Published by:ankit patel
  First published: