Home /News /national-international /પતિને વશમાં કરવા માગતી હતી પત્ની, જ્યોતિષ 59 લાખ રૂપિયા લઈને થઈ ગયો રફ્ફુચક્કર

પતિને વશમાં કરવા માગતી હતી પત્ની, જ્યોતિષ 59 લાખ રૂપિયા લઈને થઈ ગયો રફ્ફુચક્કર

પતિને વશમાં કરવા માગતી પત્નીને લાગ્યો મોટો આઘાત

અંધવિશ્વાસની એવી તો હવા ફેલાયેલી છે કે તેનાથી ભણેલા ગણેલા લોકો પર અંજાઈ જતા હોય છે. તાજેતરનો આ કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે.

    મુંબઈ: અંધવિશ્વાસની એવી તો હવા ફેલાયેલી છે કે તેનાથી ભણેલા ગણેલા લોકો પર અંજાઈ જતા હોય છે. તાજેતરનો આ કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના બિઝનેસમેન પતિને વશમાં કરવા માટે જ્યોતિષને 59 લાખ રૂપિયા આપી દીધા. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ઘટના પવઈની છે. જ્યાં એક બિઝનેસમેને પોતાના પત્નીના પૂર્વ પ્રેમી અને એક જ્યોતિષ વિરુદ્ધ છેતરપીંડી અને દગો કરીને પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં એસ્ટ્રોલોજર અને તેના એક્સ લવરે મળીને બિઝનેસમેનની પત્નીને જાદુ ટોણાના નામ પર પતિને કંટ્રોલમાં કરવાનો વિશ્વાસ અપાવીને તેની પાસેથી 24 લાખ રૂપિયાના સોનું અને 35 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

    પવઈ પોલીસે જણાવ્યું છે કે, તેમણે શનિવારે બાદલ શર્મા (જ્યોતિષ) અને પરેશ ગ઼ડા (પૂર્વી પ્રેમી) વિરુદ્ધ છેતરપીંડી અને દગા સાથે બેઈમાની સાથે પૈસા પડાવી લેવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. બિઝનેસમેનની પત્ની પાસેથી જે પૈસા લીધા, તે પૈસા પોતાના કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે આપવા માટે લાવ્યો હતો. પોલીસ બંનેને શોધી રહી છે. જેમણે 13-18 ઓક્ટોબરની વચ્ચે વેપારીની પત્નીને છેતરી લીધી અને જાદુ ટોણા કરી ફોસલાવીને પૈસા લઈ ફરાર થઈ ગયાં.

    આ પણ વાંચો: અંધવિશ્વાસ! મહિલાએ મૃત બાળકને જીવતું કરવાનો કર્યો દાવો, દેવી માએ સપનામાં કહ્યું

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર એક વિજ્ઞાપન જોયા બાદ બિઝનેસમેનની 38 વર્ષિય પત્ની જ્યોતિષના સંપર્કમાં આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કામમાં પરેશે બાદલની મદદ કરી. મહિલાએ દાવો કર્યો કે, બાદલે તેને કહ્યું હતું કે, તે તેના પતિને કાબૂ કરવા માટે જાદુ ટોણા કરશે. હકીકતમાં જોઈએ તો, મહિલાના જણાવ્યા અનુસાર, તેનો પતિ ફક્ત તેના ભાઈ અને પરિવારની જ વાત માનતો હતો, અને તેની સાથે ઝઘડા કરતો હતો.

    39 વર્ષિય બિઝનેસમેનને આ છેતરપીંડી વિશે ત્યારે ખબર પડી, જ્યારે તેણે તિજોરીમાં રાખેલા 35 લાખ રૂપિયા ગુમ થયા હોવાની જાણ થઈ. તેણે કહ્યુ કે, મેં કર્મચારીઓને પગાર આપવા માટે રોકડ રકમ તિજોરીમાં રાખી હતી. શરુઆતમાં તો મારી પત્નીએ મને કંઈ કહ્યું નહીં. જો કે, મારા ભાઈ અને મેં વિશ્વાસમાં લઈ પુછ્યું તો, તેણે કહ્યું કે, પૂર્વ પ્રેમીની મદદથી સોશિયલ મીડિયા પર એક જ્યોતિષને મળી, તેણે ઘરે આવીને જોયું અને જાદુ ટોણાના નામ પર પૈસા લીધા. પત્નીએ એવું પણ કહ્યું કે, તેને સોનાના ઘરેણાં પણ આપ્યા છે. આપને જણાવી દઈએ કે, 13 વર્ષ પહેલા બિઝનેસમેનની પત્નીનું પરેશ સાથે લફરુ હતું. તે સમયે તો મામલો થાળે પડી ગયો, અફેરની વાતની જાણ થતાં બિઝનેસમેન અને તેની પત્ની વચ્ચે કાયમ ઝઘડા થતાં રહેતા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Mumbai Police

    विज्ञापन
    विज्ञापन