Home /News /national-international /

લગ્નની પહેલી એનિવર્સરી પર પત્ની કરી રહી હતી પતિનો ઇંતઝાર, પણ ઘરે પહોંચી લાશ

લગ્નની પહેલી એનિવર્સરી પર પત્ની કરી રહી હતી પતિનો ઇંતઝાર, પણ ઘરે પહોંચી લાશ

જૂની અદાવતમાં યુવકને કારની ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો, ખુશીઓ બદલે ઘરમાં માતમ છવાયો

જૂની અદાવતમાં યુવકને કારની ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો, ખુશીઓ બદલે ઘરમાં માતમ છવાયો

    ચંદીગઢઃ પંજાબના કપૂરથલા જિલ્લામાં લગ્ન (Marriage)ની પહેલી વર્ષગાંઠ (Anniversary)થી એક દિવસ પહેલા યુવકની હત્યા થઈ ગઈ. પત્ની પોતાના પતિ આવવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ પતિની લાશ (Dead Body) ઘરે આવતાં તેના હોશ જ ઊડી ગયાં. થોડીક જ ક્ષણોમાં ખુશી અને ઉત્સાહથી ભરેલું ઘર માતમમાં ફેરવાઈ ગયું. નોંધનીય છે કે સોમવાર રાત્રે 9 વાગ્યે ઢાબા પર જમતી વખતે સામાન્ય ઝઘડા બાદ એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.

    મૃતકની ઓળખ રવિન્દ્ર કુમાર ઉર્ફે રિક્કી તરીકે થઈ છે. યુવકની મંગળવારે લગ્નની પહેલી વર્ષગાંઠ હતી અને ઘરમાં ઉજવણીની તૈયારી ચાલી રહી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યે રવિન્દ્ર ઉર્ફે રિક્કી પોતાના દોસ્ત હરકીરત સિંહની સાથે કેનેડિયન ઢાબા પર ભોજન કરવા ગયો હતો. ત્યાં હરપ્રીત સિંહ ઉર્ફે હૈપ્પી તથા તેના ભાઈ જસપાલ સિંહ પોતાના સાળા ઓંકાર સિંહની સાથે જમી રહ્યા હતા. આ તમામની વચ્ચે સામાન્ય વાતે ઝઘડો થયો હતો.

    આ પણ વાંચો, પાકિસ્તાનમાં એન્ટી રેપ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, દોષિતોને બનવવામાં આવશે નપુંસક

    જૂની અદાવતમાં રવિન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો

    એસઆઈ અનુસાર, રિક્કીની જસપાલ સિંહ તથા તેના ભાઈની સાથે જૂની અદાવત હતી. આ કારણે ઢાબા પર ઝઘડો શરૂ થઈ ગયો. હરપ્રીત તથા તેના સાથી રવિન્ર્. સાથે ગાળાગાળી કરવા લાગ્યો. જેની પર રવિન્દ્ર પોતાના મિત્રની સાથે ઢાબાની બહાર આવી ગયો. એટલામાં હરપ્રીતે પોતાના ત્રણ-ચાર સાથીઓને પણ બોલાવી દીધા. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં કાબૂ ગુમાવીને હરપ્રીતે રવિન્દ્ર અને તેના દોસ્ત પર ગાડી ચડાવી દીધી, જેના કારણે રવિન્દ્રનું મોત થયું અને દોસ્ત ગંભીર રીતે ઘાયલ થયો.

    આ પણ વાંચો, ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં નહોતો ગાર્ડ, 57 લાખ રૂપિયા લૂંટીને બદમાશો ફરાર

    બે આરોપીની ધરપકડ

    ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. મૃતક રવિન્દ્રના ભાઈ અમનદીપ કુમારના નિવેદન પર આરોપી બંને ભાઈઓ, તેમના સાળ સહિત ત્રણ-ચાર અન્ય લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપી ભાઇઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકી લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કારને જપ્ત કરી લીધી છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Crime Report, Investigation, ગુનો, પંજાબ, પોલીસ, હત્યા

    આગામી સમાચાર