Shocking News: પતિ દ્વારા પત્નીને કે પછી સાસરિયા દ્વારા વહુને ત્રાસ આપવામાં આવતો હોવાના અગણિત કિસ્સા જોવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધાર (Dhar)માં પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પતિએ સુસાઇડ નોટ (Suicide Note) લખી છે. જેમાં તેના પર થયેલા અત્યાચારોનું વર્ણન છે. આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અને સાળા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું છે આખો બનાવ?
ધારમાં પત્નીએ પતિને એટલો ત્રાસ આપ્યો કે પતિએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. ધારના વેર હાઉસના કર્મચારી દીપક વાસુનિયાનો આ દુ:ખદ કિસ્સો છે. દીપકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શહેર પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેણે પત્ની ટીનાથી પરેશાન થઇને આત્મહત્યા કરી હોવાની વાત લખી છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
આ ઘટના અંગે પોલીસ કર્મચારી સમીર પાટીદારે જણાવ્યું હતું કે, દીપકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટથી સમગ્ર મામલો બહાર આવ્યો છે. દીપકે સુસાઇડ નોટમાં પોતાના ત્રાસ અંગે આખી વાત લખી છે. જેના આધારે પોલીસે તેની પત્ની ટીના અને તેના બે ભાઈઓની અટકાયત કરી આકરી પૂછપરછ કરી હતી, જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મૃતકના ભાઈ શંકરે એમ પણ કહ્યું હતું કે, પત્ની ટીના તેના પતિ દિપકને તેના ભાઈ થકી માર ખવડાવતી હતી.
પગાર છીનવી પિયર મોકલી દેતી હતી!
ટીના દિપકનો પગાર છીનવી લેતી હતી. અધૂરામાં પૂરું દિપક સામે ઝાબુઆ પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી. આવા અસહ્ય ત્રાસના કારણે દિપક ખૂબ પરેશાન હતો. ટીના દિપક પાસેથી તેનો આખો પગાર છીનવી લેતી અને પોતાના પિયર મોકલતી હતી. દિપક પગાર આપવાની ના પાડે ત્યારે ટીના તેના ભાઈઓને બોલાવતી હતી અને પછી તે બધા મળીને દિપકને માર મારતા હતા. ઘણી વખત તેને ભોજન પણ આપવામાં આવતું ન હતું.
પત્ની અને સાળા મારતા હતા ઢોર માર
આ સમગ્ર મામલે શહેર પોલીસે આરોપી પત્ની ટીના, તેના પિયરના સભ્યો પાંગલી, મિખ્ખુ, અજય અને રવિ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર