Home /News /national-international /પતિને છોડી પોતાની બહેન સાથે હનીમૂન મનાવવા માટે વિદેશ ઉપડી ગઈ દુલ્હન, હકીકત જાણી પતિએ ફરિયાદ નોંધાવી

પતિને છોડી પોતાની બહેન સાથે હનીમૂન મનાવવા માટે વિદેશ ઉપડી ગઈ દુલ્હન, હકીકત જાણી પતિએ ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક ફોટો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ બુક કરાવેલા હનીમૂન પેકેજમાં પતિને છોડી પોતાની બહેન સાથે વિદેશ ફરવા ઉપડી ગઈ હતી.

    દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ બુક કરાવેલા હનીમૂન પેકેજમાં પતિને છોડી પોતાની બહેન સાથે વિદેશ ફરવા ઉપડી ગઈ હતી. જ્યારે પતિએ 4.35 લાખ રૂપિયામાં આ પેકેજ લીધું હતું. તેથી પીડિતે આ મામલામાં પત્ની, સાળી અને હનીમૂન પેકેજ આપતી કંપનીના ડિરેક્ટર પર પટેલનગર ચોકીમાં ફરિયાદ નોંધાવી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત ગર્ગ નિવાસી જીએમએસ રોડે જણાવ્યું છે કે, 20 ઓક્ટોબરે 2021ના રોજ સોનાક્ષી બંસલ નિવાસી સિવિલ લાઈંસ મુઝફ્ફરનગરની સાથે લગ્ન થયા હતા. ત્યાર બાદ અંકિતે માલદીવમાં 13 ડિસેમ્બર 2021થી 25 જાન્યુઆરી 2022ના સમયગાળા માટે હનીમૂન પેકેજ લીધું હતું. તેના માટે ટ્રાવેલ ટ્રોપ્સ ગ્લોબલ કંપની ચેન્નાઈના ડિરેક્ટર શ્રીનાથ સુરેશને 4.35 લાખ રૂપિયા ચુકવ્યા હતા.

    પણ હનીમૂન પર જતાં પહેલા જ પત્ની પિયરમાં જતી રહી અને પાછી આવી નહીં. આ દરમિયાન બંને પરિવારોની વચ્ચે અલગ થવા પર સહમતી બની ગઈ. બાદમાં અંકિતે કંપની પાસેથી બુકીંગ કેન્સલ કરીને રિફંડનો દાવો કર્યો. આરોપ છે કે, કંપનીના ડિરેક્ટર દર વખતે વાત કરી તેને ટાળી દેતા હતા. છ ઓગસ્ટે અંકિતે ઈંસ્ટાગ્રામ પર સોનાક્ષી અને તેની બહેન ઈંશિતા બંસલની માલદીવ ફરવાની તસ્વીરો જોઈ.

    અંકિતને જાણ થઈ કે, તેના પેકેજ પર કંપનીએ તેની મંજૂરી વિના સોનાક્ષી અને ઈશિતાને માલદીવ મોકલી દીધા. આ પેકેજ પર અંકિતનું નામ હટાવીને સાળીનું નામ લખી નાખ્યું હતું. તેથી પીડિતે તેની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું કહી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ બાજૂ ઈંસ્પેક્ટર સૂર્યભૂષણ નેગીએ જણાવ્યું છે કે, પીડિતની ફરિયાદ પર શ્રીનાથ સુરેશ, અંકિત પત્ની સોનાક્ષી બંસલ અને તેની બહેન ઈશિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Honeymoon, Uttarakhand news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन