પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતો પતિનો Video જોઈ ગઈ પત્ની અને પછી...

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં પત્નીએ વૉટ્સએપ ઉપર પોતાના પતિ અને પ્રેમિકાના શરીર સંબંધ બાંધતા વીડિયો જોઈ હતી. ત્યારબાદ પત્નીએ પતિને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવે છે. આવા કિસ્સાઓનો અંત કરુણ જ આવતો હોવાની અનેક ઘટનાઓ પણ બનતી રહે છે. તાજેતરમાં આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી. વૉટ્સએપ (WhatsApp) ઉપર પતિ (Husband) અને પ્રેમિકાના (GirlFriend) સેક્સ સંબંધ બાંધતા વીડિયો (Video) જોઈ તો મહિલા ગુસ્સે ભરાઈ હતી.

  ત્યારબાદ પતિ પત્ની વચ્ચે આ અંગે ઝઘડો થયો હતો. અને પત્ની ઝેર પીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. મહિલાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ (Doctor) તેની હાલત નાજુક જણાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

  આ પણ વાંચોઃ-'ડૉક્ટરોએ મારી ઈચ્છા વિરુદ્ધ મને જીવતો કર્યો', કેદીએ જેલમાંથી મુક્તિ માટે અરજી કરી

  મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાનો પતિ નિકાસ ફર્મ કંપનીમાં નોકરી કરે છે. પતિનો અન્ય એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. શરૂઆતના દિવસોમાં બંને સંતાઈને એકબીજાને મળતા હતા. પતિ ઉપર શંકા જતા પત્નીએ પતિને સમજાવવાની કોશિશ કરી હતી. આ સમયે પતિએ પોતાના પ્રેમ સંબંધનો ઇન્કાર કરી દીધો હતો.

  આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

  દરમિયાનમાં શનિવારે બપોરે મહિલાએ મોબાઈલમાં (Mobile) પતિ અને તેની પ્રેમીકા સાથે શરીર સંબંધ બાંધતો વીડિયો જોયો હતો. વીડિયો જોઈને પત્ની ગુસ્સે ભરાી હતી અને તેના પતિને ફરિયાદ કરી હતી. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ પણ થયો હતો. ત્યારબાદ પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. સ્થાનિક લોકોએ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

  આ પણ વાંચોઃ-કપિલ શર્માના શૉમાં કૃષ્ણાએ ગોવિંદાની જ ઉડાવી મજાક, કહ્યું 'અહીં તો પોતાનો મામો..'

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આવી જ એક ઘટના હરિયાણામાં બની હતી. જેમાં પતિએ પત્નીના અન્ય પુરુષો સાથે સેક્સ સંબંધના વીડિયો જોયા હતા. ત્યારબાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. અને પતિએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. પતિની આત્મહત્યા બાદ પત્નીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો અને અન્ય પુરુષો સાથે સંબંધો પણની પણ કબૂલાત કરી હતી.
  Published by:ankit patel
  First published: