Home /News /national-international /પતિની સ્થિતિ અને દરજ્જા પ્રમાણે જીવવાનો પત્નીનો અધિકાર, ભરણપોષણના કેસમાં કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
પતિની સ્થિતિ અને દરજ્જા પ્રમાણે જીવવાનો પત્નીનો અધિકાર, ભરણપોષણના કેસમાં કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
ભરણપોષણને લઈ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
Court decision : દિલ્હીની રોહિણી કોર્ટે (Delhi Court) ભરણપોષણ કેસ (Maintenance case) માં કહ્યું કે પત્નીને તેના પતિની માસિક આવક અનુસાર ભથ્થું મેળવવાનો અધિકાર છે. એક કેસમાં ચુકાદો સંભળાવતા મહિલાને બે લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
Court decision about maintenance : દેશમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે છુટા-છેડા થયા બાદ ભરણ-પોષણને(maintenance) લઈને હરહંમેશ વિવાદો સર્જાતા રહે છે. જેમાં ઘણી વખત કોઈ એક પક્ષને નુક્સાનીનો સામનો કરવો પડતો હોય છે. દિલ્હીની રોહિણી કોર્ટે ઘરેલુ હિંસા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તે મહિલાનો અધિકાર છે કે તે તેના પતિની સ્થિતિ અને દરજ્જા પ્રમાણે જીવે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે તેને કોઈ પણ સંજોગોમાં તેનાથી વંચિત ન રાખી શકાય.
આ સાથે કોર્ટે ધંધાદારી પતિને તેની માસિક આવક પ્રમાણે ભરણપોષણ (maintenance) ચૂકવવાની પણ ભલામણ કરી છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે. રોહિણી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કનિકા જૈનની કોર્ટે મહિલાના વકીલની અરજી સ્વીકારી છે અને તેના પર પોતાનો ચુકાદો આપ્યો છે, સાથે જ ભરણપોષણ(maintenance) માટેની અરજી સ્વીકારી છે.
પતિની માસિક આવક
મહિલાના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે મહિલાને મળવા પાત્રનું ભરણપોષણ(maintenance) મળવું જોઈએ. તેણે જણાવ્યું કે પતિની માસિક આવક લગભગ 12 લાખ રૂપિયા છે અને તે મુજબ તેની પત્નીને પણ રૂ. મળવા જોઈએ. પતિના વકીલે આ વાતનો વિરોધ કર્યો પરંતુ કોર્ટે તેને વ્યાજબી ન માનીને મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
આ દરમિયાન કોર્ટે મહિલા વકીલની દલીલ સાંભળ્યા બાદ મહત્વનો નિર્ણય આપતા કહ્યું કે, પત્નીને તેના પતિની સ્થિતિ અને દરજ્જા અનુસાર જીવન જીવવાનો અધિકાર છે. આ સાથે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં પતિની સ્થિતિ પ્રમાણે દર મહિને બે લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. નિર્ણય આવતાં હવે પતિએ મહિલાને મહિના માટે ભરણપોષણ(maintenance) તરીકે બે લાખ રૂપિયા ચૂકવવા પડશે. મહિલાના વકીલે જણાવ્યું કે કોર્ટે તેની અરજી સ્વીકારીને તેના પક્ષમાં ચુકાદો આપતા આ આદેશ આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર