ગરમીના કારણે પત્નીએ બેડ ઉપર ઊંઘવાનો કર્યો ઈન્કાર, નારાજ પતિએ પી લીધું બાથરૂમ ક્લીનર

પ્રતિકાત્મક તસવીર

યુવક અને તેની પત્નીના પ્રેમ લગ્ન થયા હતા. દારૂના નશામાં ઘરે આવેલા યુવકે તેની પત્નીને બેડ ઉપર સુવા માટે કહ્યું હતું

 • Share this:
  વારાણસીઃ કોરોના (coronavirus) સામે લડવા માટે અત્યારે સમગ્ર દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. પોતાની સુરક્ષા માટે લોકો પરિવાર સાથે ઘરમાં બંધ છે. આવી સ્થિતિમાં ઘર કંકાસની અનેક ઘટના રોજે રોજ સામે આવી રહી છે. આવી જ એક ઘટના વારાણસીમાં બની છે. જ્યાં એક પતિએ પત્ની સાથે થયેલી સામાન્ય બબાલ બાદ બાથરૂમ ક્લીનર (Bathroom cleaner) પી લીધું હતું.

  વારાણસીના લક્સા વિસ્તારની જદ્દુમંડીમાં બુધવારે રાત્રે ગર્મીના કારણે પત્નીએ બેડ ઉપર ઊંઘવાનો ઈન્કાર કરી દેતા નારાજ પતિએ ગુસ્સામાં બાથરૂમ ક્લીન પી લીધું હતું. જોકે પતિને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેની હાલત સુધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે લક્સા વિસ્તારના જદ્દુમંડીમાં રહેતો 35 વર્ષીય યુવક બુધવારે રાત્રે દારૂના નશામાં ઘરે પહોંચ્યો હતો. યુવક અને તેની પત્નીના પ્રેમ લગ્ન થયા હતા. પતિએ તેને પોતાની સાથે બેડ ઉપર સુવા માટે કહ્યું હતું.

  જોકે, પત્નીએ ગરમીનું કારણ આપીને ભોંય તળિયે ઊંઘવાની વાત કરી હતી. જેનાથી પતિ નારાજ થયો હતો. ત્યારબાદ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને ગુસ્સામાં યુવકે ઘરમાં રાખેલું બાથરૂમ ક્લીનર ઉઠાવીને પી લીધું હતું.

  ઘટના બાદ પતિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેની સ્થિતિ સુધરી હતી. પતિ જ્યારે બાથરૂમ ક્લીનર પીતો હતો ત્યારે તેની પાસેથી બોટલ ઝૂંટવી લેતા પત્નીનો મોઢા ઉપર પણ પડ્યું હતું.
  Published by:ankit patel
  First published: