Home /News /national-international /Mumbai Crime News: રૂપાલીએ બુરખો પહેરવાનો ઇનકાર કર્યો તો ઇકબાલે ગળું કાપી પતાવી નાંખી, ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા

Mumbai Crime News: રૂપાલીએ બુરખો પહેરવાનો ઇનકાર કર્યો તો ઇકબાલે ગળું કાપી પતાવી નાંખી, ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા

મૃતક રૂપાલીની તસવીર

Mumbai Crime News: પોલીસના જણાવ્યા પ્રમાણે, ઇકબાલ શેખે સોમવારે રાતે પત્ની રુપાલીને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દીધી હતી. આ ઘટના મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થઈ હતી. મુંબઈ પોલીસે આરોપી ઇકબાલની ધરપકડ કરી છે.

    મુંબઈઃ બુરખો તેમજ હિજાબને લઈને કેટલાંય દેશોમાં વિવાદ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં પણ મુસ્લિમ રિવાજ ના માનવા બદલ એક યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ઇકબાલ મહેમૂદ શેખ નામના યુવકે તેની પત્નીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. તે મુસ્લિમ રીતિ-રિવાજ માનતી નહોતી અને બુરખો પહેરતી નહોતી. રૂપાલીએ ઇકબાલ સાથે આંતરધાર્મિક વિવાહ કર્યા હતા, પરંતુ તે ઇકબાલની જબરદસ્તીથી કંટાળી ગઈ હતી અને તલાક માગી રહી હતી. તલાક થાય તે પહેલાં જ આરોપીએ કૂરતાપૂર્વક રૂપાલીની હત્યા કરી નાંખી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઇકબાલ શેખે સોમવારે રાતે પત્ની રૂપાલને જાહેરમાં ગળું કાપીને મારી નાંખી હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આ ઘટના બની હતી. મુંબઈ પોલીસે આરોપી ઇકબાલની ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચોઃ અંકિતાની હત્યાથી પરિવાર ઘેરા શોકમાં

    ત્રણ વર્ષ પહેલાં મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા


    મળતી માહિતી પ્રમાણે, રૂપાલીએ ઇકબાલ શેખ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ચેમ્બુર વિસ્તારમાં ઇકબાલના ઘરે રહેતા હતા. રૂપાલી હિંદુ હતી અને લગ્ન પછી પણ તે મુસ્લિમ રીતિ-રિવાજનું પાલન કરતી નહોતી. તેથી ઇકબાલ સહિત તેના પરિવારજનો તેનાથી નારાજ હતા. ઇકબાલના પરિવારજનો રૂપાલી પર બુરખો પહેરવા માટે દબાણ કરતા હતા. પરંતુ તે માનતી નહોતી. તેને લઈને કંકાસ વધી રહ્યો હતો. ત્યારબાદ રૂપાલી અને ઇકબાલ અલગ રહેવા લાગ્યા હતા. આ દંપતીને એક દીકરો પણ હતો.

    આ પણ વાંચોઃ અંકિતા ભંડારી હત્યાકાંડ: લોકોએ રિસોર્ટમાં આગ લગાવી દીધી

    છ માસથી અલગ રહેવા છતાં બંને વચ્ચે ફોનથી વાતચીત થતી હતી. જો કે, ઇકબાલ આ દરમિયાન મુસ્લિમ પરંપરા માનવા માટે દબાણ કરતો હતો. રૂપાલી ઇકબાલની બીજી પત્ની હતી. પહેલી પત્નીને બાળકો ના થતા હોવાથી ઇકબાલે તેને તલાક આપી દીધા હતા.


    મળવા માટે બોલાવી જાહેરમાં ગળું કાપ્યું


    આરોપી ઇકબાલ શેખે રૂપાલીને સોમવારે સાંજે ચેમ્બુર વિસ્તારમાં પીએલ લોખંડે માર્ગ પર નાગેવાડીમાં મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન બંને વચ્ચે બુરખાને લઈને અન્ય વાતો મામલે દલીલો થઈ ઙહતી. ત્યારે રુપાલીએ તલાક આપવાની વાતનું રટણ કર્યુ હતું. ત્યારે ઇકબાલે ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને રૂપાલી પર ઉપરાછાપરી અનેક વાર કરીને ફરાર થઈ ગયો હતો. રૂપાલીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાજર લોકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકજ કરી હતી અને કેસ દાખલ કર્યો હતો. હાલ આ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Maharashtra News, Wife Murder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन