Home /News /national-international /પત્નીને સરકારી નોકરી લાગી તો પતિને છોડી દીધો, ઓળખવાથી પણ કર્યો ઇન્કાર

પત્નીને સરકારી નોકરી લાગી તો પતિને છોડી દીધો, ઓળખવાથી પણ કર્યો ઇન્કાર

મિથુનના મતે તેની પત્ની હરપ્રીતિને બિહાર પોલીસમાં નોકરી લાગી છે

Government job - સરકારી નોકરીની તૈયારી દરમિયાન બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. પત્નીને નોકરી અપાવવામાં પતિએ સહાયતા પણ કરી હતી

લગ્નન્ને (marriage)સાત જનમના બંધન માનવામાં આવે છે. જોકે એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ સરકારી નોકરી (Government job)લાગતા પતિને છોડી દીધો છે. સરકારી નોકરી લાગતા જ પત્નીએ પતિને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. હવે પીડિત પતિ ન્યાય માટે બધે ધક્કા ખાઇ રહ્યો છે. આ મામલો જીવન ભર સાથે રહેવાની કસમ ખાનારા હરપ્રીતિ અને મિથુન સાથે જોડાયેલો છે. મિથુનનું કહેવું છે કે તેને હરપ્રીતિ સાથે પ્રેમ થયો હતો અને પછી બન્નએ લગ્ન કર્યા હતા. જોકે તેને ખબર ન હતી કે એક દિવસ પત્ની તેને ઓળખવાથી ઇન્કાર કરી દેશે.

મિથુનના મતે તેની પત્ની હરપ્રીતિને બિહાર પોલીસમાં નોકરી લાગી છે. આ પછી તે તેનાથી અલગ થઇ ગઇ છે અને હવે તો તેને ઓળખવાની પણ ના પાડે છે. આથી પરેશાન બનીને મિથુન સમસ્તીપુર એસપી પાસે પહોંચ્યો છે અને તેને ન્યાય અપાવવાની વિનંતી કરી છે. મિથુનનું કહેવું છે કે બન્ને સરકારી નોકરીની તૈયારી દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. તેણે હરપ્રીતિને નોકરી અપાવવામાં તેની સહાયતા પણ કરી હતી.

આ પણ વાંચો - જે દીકરી પિતાને ભાર લાગતી હતી તે બની રાજ્યમાં ટોપર, મેળવ્યા 99.4 ટકા, સંઘર્ષની કહાની સાંભળી રડી પડશો

બન્નેએ મટેશ્વર ધામ મંદિરમાં કર્યા હતા લગ્ન

મિથુને જણાવ્યું કે તેને મધેપુરા જિલ્લાના કેદાર ઘાટ ગામની રહેવાસી હરપ્રીતિ સાથે પ્રેમ થયો હતો. જે પછી ઘણા મહિના સુધી સાથે રહ્યા પછી પરિવારની મરજીથી સહરસાના મટેશ્વર ધામ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્નના થોડાક મહિના પછી હરપ્રિતીને બિહાર પોલીસમાં નોકરી લાગી હતી. આ દરમિયાન તે પોતાની પત્નીને મળવા સમસ્તીપુર પહોંચ્યો તો તે ચકિત રહી ગયો હતો. તેની પત્નીએ તેને પતિ માનવાથી ઇન્કાર કર્યો હતો. જે પછી તે ન્યાય માટે એસએસપી કાર્યાલય પહોંચ્યો છે.

મિથુને ખર્ચ કર્યા 14 લાખ રૂપિયા

મિથનનું કહેવું છે કે નોકરી મળ્યા પછી હરપ્રીતિએ તેની પાસે પૈસાની ડિમાન્ડ કરી હતી. જે પછી તેણે તેની પાછળ 14 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે જેવી તેને નોકરી મળી કે તેણે તેનો સાથ છોડી દીધો હતો. હાલ મિથુનની પત્ની હરપ્રીતિ સમસ્તીપુર જિલ્લાના પટૌરી સ્ટેશનમાં કાર્યરત છે. મિથપને સમસ્તીપુર એસપી કાર્યાલયમાં અરજી કરીને ન્યાયની ગુહાર લગાવી છે.
First published:

Tags: Bihar News, બિહાર