ગિરિરાજ શર્મા : એક બાજુ દેશમાં લૉકડાઉન લાગું છે. લૉકડાઉનના 3 તબક્કા સમાપ્ત થઈ ગયા છે ત્યારે પ્રેમમાં અંધ બનેલી એક પરીણિતાએ આડા સંબંધમાં ખીલ્લીરૂપ બનેલા પતિનું પોતાના સગીર પ્રેમીના હાથે કાસળ કઢાવી નાંખ્યું છે. ઘટનામાં પરીણિતાને પોતાના સગીર વયના દિયર સાથે પ્રેમ બંધાયો હતો જેમાં પતિ આડખીલ્લીરૂપ બનતા સગીર દિયરના હાથે જ તેનું કાસળ કઢાવી નાંખતા ચકચાર મચી ગઈ છે.
આ ઘટના રાજસ્થાનના સવાઈ માધોપુરના ગંગાપુર સિટીની છે. જેમાં ત્રણ દિવસ પહેલાં પૂર્વ ગંગાજીની કોઠી વિસ્તાર નજીકતી કુવામાંથી એક યુવકની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા પરીણિતાએ જ ખૂની ખેલ ખેલ્યો હોવાનો ઘટસ્ફો થયો છે.
ઘટના વિશે એડિનિશલ પોલીસ કમિશનર હિમાંશુ શર્માએ જણાવ્યું હતું કે 13 મેના રોજ ગંગાજીની કોઠીમાંથી એક યુવકની લાશ મળી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન પોલીસે ગ્રામીણોની મદદથી કૂવામાથી લાશ કાઢઢી અને તેની તપાસ કરતા મૃતક બસ્તીનો રહેવાસી વિજય માલી હોવાની ઓળખ થઈ હતી.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતક ગૌશાળામાં કામ કરતો હતો જ્યાં તેની સાથે કાકાનો દિકરો જ રહેતો હતો. પરીણિતાને તેની સાથે સંબંધ બંધાતા તેણે તમામ હદો વટાવી દીધી હતી.
દરમિયાન મૃતકને પત્નીના આડા સંબંધોની માહિતી મળતા તેણે ભાઈ સાથે મારપીટ કરી હતી. દરમિયાન મૃતકના કાકાના દીકરાએ તેને જંગલમાં લઈ જઈને ખૂબ દારૂ પીવડાવ્યો હતો અને જ્યારે મૃતક દારૂના નશામાં ધૂત થઈ ગ્યો ત્યારે તેણે તેને નજીકના એક કૂવામાં ધક્કો મારી દીધો હતો. પોલીસ તપાસમાં લંપટ સગીર પ્રેમી અને પરીણિતાએ 'પાપ' કબૂલ્યું હતું.
" isDesktop="true" id="982468" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર