દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) એક મહિલાએ (woman) પોતાના પ્રેમી (BoyFriend) સાથે મળીને આધેડ ઉમરના પતિની હત્યા (husband murder) કરી દીધી હતી. એટલું જ નહીં પોલીસનું (police) ધ્યાન ભટકાવવા માટે આત્મહત્યા કહાની (suicide story) રચી હતી. પરંતુ પોલીસે તેમની કહાની ઉપર સહેજ પણ સચ્ચાઈ ન દેખાઈ. એટલે પોલીસે કડક કાર્યવાહી કરતા તેણે ગુનો કબૂલ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા અને તેના પતિ વચ્ચે 20 વર્ષનું અંતર હતું. તેમને કોઈ સંતાન પણ ન હતું. મહિલાની ઉંમર 30 વર્ષ છે અને તે પોતાના લગ્નથી ખુશ ન હતી. જેના કારણે તેણે પોતાના પ્રેમી વીરુ વર્મા અને કરણ સાથે મળીને પોતાના પતિને મારવાની યોજના બનાવી હતી.
પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો મહિલા પોતાના પ્રેમી વીરુ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. કરણ બુધ વિહાર વિસ્તારમાં મહિલા અને તેના પતિ સાથે તેના ઘરે જ રહેતો હતો. પોલીસે જણાવ્યું કે મહિાલનો પતિ માયાપુરી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતો હતો. પતિની ઉંઘની ગોળીઓ આપ્યા બાદ મહિલાએ કથિત રીતે કરણની મદદ લઈને પોતાના પતિને ગળાટુંપો આપી દીધો હતો.
ગળાટુંપો આપ્યા બાદ પતિને લઈ પત્ની પહોંચી હોસ્પિટલ પ્રેમી સાથે મળીને ગળાટુંપો આપ્યા બાદ મૃતપતિને લઈને પત્ની હોસ્પિટલ પહોંચી હતી. તેણે ડોક્ટરોને જણાવ્યું કે તેના પતિએ આત્મહત્યા કરી લીધી છે. તેમના ઉપર શંકા જતાં ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ ત્રણેની પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
વીડિયોમાં જુઓ ગુજરાત સુપરફાસ્ટ, રાજ્યના સચોર અને સંક્ષિપ્ત સમાચાર પોલીસે ત્રણે આરોપીઓની કરી ધરપકડ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે મહિલાના ઘરે ગયા બાદ પોલીસને આત્મહત્યા અંગે સંકેત આપે એવા કોઈ જ પુરાવા મળ્યા નહીં. કરણ અને મહિલાના નિવેદનો અલગ અલગ હતા. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા વીરુ વર્મા સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. અને પોતાના પતિની સંપત્તિ હાંસલ કરવા માંગતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર