સાળી સાથે લગ્ન કરવાની લ્હાયમાં પતિએ પત્ની-પુત્રની કરી હત્યા, આવી રીતે ફૂટ્યો ભાંડો

પકડાયેલા આરોપીઓની તસવીર

લગ્ન બાદ જ પોતાની સાળી પૂજા સાથે સંબંધ બંધાયો હતો. જોકે પુજાના પણ થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરંતુ તે પતિ સાથે રહેતી ન હતી. અનિલ, પૂજા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્ની અને પુત્રને રસ્તામાંથી હટાવવા માંગતો હતો.

 • Share this:
  જયુપરઃ સાળી સાથે લગ્ન કરવાની લાલચમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્રને મોતને (wife murder) ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. આશરે એક મહિના પહેલા રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયુપરની (jaipur) કરધની વિસ્તારમાં મહિલા અને તેના પુત્રની શંકાસ્પદ હાલતમાં મોતની ઘટનામાં પોલીસે મહિલાના પતિ, દિયર અને પોતાની નાની બહેનને હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપીએ ફિલ્મી અંદાજમાં આખું ષડયંત્ર રચ્યું હતું અને પોતાને બચાવવા માટે નાના ભાઈને હથિયાર બનાવ્યો હતો. આ સાથે જ કરધની પોલીસને (police) માતા-પુત્રની મોત ઝેર ખાવાના કારણે થયું હોવાની ગુત્થી ઉકેલી લીધી છે.

  ડીસીપી વેસ્ટ પ્રદીપ મોહન શર્માએ જણાવ્યું કે 25 જૂનના સૂર્યનગર નાડીના ફાટક નિવાસી 38 વર્ષીય અનિતા શર્મા અને 14 વર્ષીય પુત્ર મયંક ઝેર પીવાથી મોત થયું હતું. મૃતકના પતિ અનિલ શર્માને પોલીસને જાણ કરી ન હતી. અને પોતે જ હોસ્પિટલ લઈ ગયો હતો. તપાસ બાદ હત્યાના આરોપી અનિલ શર્મા, તેનો ભાઈ સુનિલ શર્મા અને સાળી પૂજાની ધરપકડ કરી હતી. આરોપીએ પહેલા તને ઉંઘની ગોળીઓ આપી દીધી હતી. અને પછી સેલ્ફાસ પીવડાવ્યું હતું. તેના કારણે તેનું મોત થયું હતું. મામલામાં કોઈના તરફથી કોઈ શંકા વ્યક્ત કરી ન હતી પરંતુ પોલીસે જાતે જ કેસ નોંધીને ખુલાસો કર્યો હતો.

  લગ્ન બાદ જ સાળી સાથે થયો હતો પ્રેમ
  પોલીસે જણાવ્યું કે અનિલ શર્મા કલેક્ટ્રીમાં એલડીસીના પદ ઉપર કાર્યરત છે. લગ્ન બાદ જ પોતાની સાળી પૂજા સાથે સંબંધ બંધાયો હતો. જોકે પુજાના પણ થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરંતુ તે પતિ સાથે રહેતી ન હતી. અનિલ, પૂજા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્ની અને પુત્રને રસ્તામાંથી હટાવવા માંગતો હતો.

  તેના માટે તેણે પોતાના ભાઈ સુનિલને મોહરો બનાવ્યો હતો. આરોપીએ એક મહિના પહેલા ઘરે જઈને ભાઈને ષડયંત્રમાં સામેલ કરી લીધો હતો. જો આવું કરશે તો તેના લગ્ન પણ કરાવશે અને એક મકાન અને રુપિયા આપશે. પ્રલોભનમાં આવીને તેણે હા કહી હતી. ત્યારે અનિલ તેને ઉંઘની હાઈડોઝની ગોળીઓ આપીને આવ્યો હતો.

  ઉંઘની 13 ગોળીઓ ખવડાવી હતી
  પોલીસને જણાવ્યું હતું કે, ષડયંત્ર અંતર્ગત સુનિલ પોતાના ભાઈના ઘરે આવ્યો હતો. આ દરમિયાન અનિલ અને પૂજા અઝમેર રોડ સ્થિત એક હોટલમાં રોકાયા હતા. સુનિલે પોતાની ભાભી અને ભત્રીજીને ખાવામાં ઉંઘની 13 ગોળીઓ આપી હતી. બીજી તરફ અનિલ અને પૂજા હોટલના રૂમાં પોતાનો મોબાઈલ રાખીને ઘરની પાસે આવી ગયા હતા.

  આ પણ વાંચોઃ-સોના-ચાંદીમાં રોકાણ નફાનો ધંધો! ફટાફટ જાણીલો અમદાવાદમાં કિંમતી ધાતુઓના નવા ભાવ

  આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! કોરોના મહિલા દર્દીએ આપ્યો બાળકને જન્મ, સંક્રમિત થયા બાદ ભૂલી ગઈ હતી કે તે ગર્ભવતી છે

  રાત્રે ઘરમાં ઘૂસ્યા હતા ત્યારે જોયું તો પત્ની અને પુત્રના શ્વાસ ચાલતા હતા. ત્યારે શિકંજીમાં સેલ્ફાસની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. ત્યાંથી નીકળીને તે ફરીથી હોટલ પહોંચી ગયા હતા. સવારે ઘરે આવીને ઘરમાં ઉલ્ટીઓના વાસણ સાફ કરીને આત્મહત્યાની કહાની બનાવીને રડવાનું શરું કર્યું હતું.

  આ પણ વાંચોઃ-મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામ

  ભાઈને ફસાવવા માંગતો હતો આરોપી
  અનિલે બચવા માટે પોતાના મોટા અધિકારીઓથી પોલીસ અધિકારીઓને ફેન કરીને પરેશાન ન કરવાની વાત કહી હતી. જોકે પોલીસે તેની સાથે વાત પણ કરી ન હતી. આશરે 10 દિવસ બાદ પોલીસ અધિકારીઓને એક પત્ર મોકલ્યો હતો. જેમાં નાના ભાઈ ઉપર શંકા વ્યક્ત કરી હતી. પોલીસની શંકા મજબૂત થઈ અને તેના ભાઈની પૂછપરછ કરી તો સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

  શાતિર અનિલે આત્મહત્યા દર્શાવવાની પૂરી તૈયાર કરી હતી. જો હત્યાની શંકા જાત તો તે નાના ભાઈને ફસાવવા માંગતો હતો. કારણ કે સુનિલ પણ તેના દ્વારા આપવામાં આવેલી ગોળીઓથી મોત થયું હોવાનું માનીને ચાલતો હતો.
  Published by:ankit patel
  First published: