Home /News /national-international /હૈવાનિયત: ખાવામાં ભેળવી દીધી દારુ છોડાવાની દવા, શંકા જતાં પતિએ પત્નીને ઉકળતા તેલમાં નાખી દીધી

હૈવાનિયત: ખાવામાં ભેળવી દીધી દારુ છોડાવાની દવા, શંકા જતાં પતિએ પત્નીને ઉકળતા તેલમાં નાખી દીધી

પ્રતિકાત્મક ફોટો

મહિલા ઈચ્છતી હતી કે, તેના પતિની દારુની આદત છૂટી જાય. તેના માટે કેટલીય દવાઓ કરાવી. પણ જાણ બહાર પતિને દવા આપવાની વાત જ્યારે પતિને ખબર પડી તો, તે શૈતાન બની ગયો.

    ઈન્દોર: મહિલા ઈચ્છતી હતી કે, તેના પતિની દારુની આદત છૂટી જાય. તેના માટે કેટલીય દવાઓ કરાવી. પણ જાણ બહાર પતિને દવા આપવાની વાત જ્યારે પતિને ખબર પડી તો, તે શૈતાન બની ગયો. તેણે પત્નીનું માથુ ઉકળતા તેલમાં નાખી દીધું. આ ઘટના વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા.આ ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરની છે. પોલીસ સ્ટેશન જૂની ઈન્દૌરમાં રહેનારો એક વ્યક્તિએ પોતાની પત્નીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. પત્નીની ભૂલ એટલી હતી કે, તે દારુની આદત છોડાવા માગતી હતી. તેથી પતિના ખાવામાં આયુર્વેદિક દવા ભેળવીને આપતી હતી. ખાવામાં આયુર્વેદિક દવા હોવાના શક જતાં પતિ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. બુધવારની રાતે પત્ની જ્યારે ઘરમાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેણે પત્નીનું માથું ઉકળતા તેલની કડાઈમાં નાખી દીધું. જેનાથી પત્નીનો આખો ચહેરો સળગી ગયો. પોલીસને જાણ થતાં આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.

    આ પણ વાંચો: ઈન્દોરમાં કાંવડ યાત્રીઓ પર જીવલેણ હુમલાનો VIDEO, અડધો ડઝન યાત્રીકો ઘાયલ

    પોલીસ સ્ટેશનના પ્રભારી યોગેશ તોમરે કહ્યુ કે બુધવારે મોડી રાતે ટાવર ચોકૉમાં આવેલી એક કંપનીમાં કામ કરનારા સુદામા હિરવે નામના યુવકે પોતાની પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. પત્નીની ભૂલ એટલી જ હતી કે, તે ખાવામાં આયુર્વેદિક દવા ભેળવી દેતી હતી, જેથી પતિની દારુની લત છોડી શકાય. આરોપીની પત્ની રજની હિરવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેની દોસ્તે કહ્યું હતું કે, જો પતિની દારુની આદત છોડાવી હોય તો, એક આયુર્વેદિક દવા છે, તે રોજ પોતાના પતિના ભોજનમાં ભેળવીને આપવાથી આ આદત છૂટી જશે, પત્નીએ પણ એવું જ કર્યું.

    મહિલાના જણાવ્યા અનુસાર, તેનો પતિ દરરોજ દારુના નશામાં ધૂત થઈને ફરતો હતો, તેથી પત્ની આ આદત છોડાવા માગતી હતી. બુધવાર રાતે સુદામા જેવો ઘરે આવ્યો તો તે સમયે રજની ઘરમાં પકોડા તળી રહી હતી. તો વળી સુદામા એટલો ગુસ્સામાં હતો કે, તેણે ઉકળતા તેલમાં પત્નીનું માથુ નાખી દીધું, જેનાથી રજનીનો આખો ચહેરો બળી ગયો. તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવી અને પોલીસને સૂચના મળતા આરોપી સુદામાને પકડી ગઈ તેના પર આઈપીસીની કલમ 306 અંતર્ગત અન્ય ધારાઓમાં કેસ નોંધી લીધો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Indor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन