ટાલ છુપાવવા વિગ પહેરીને કર્યા લગ્ન, રહસ્ય છતું થતાં નવી દુલ્હને કર્યો પતિ પર કેસ

ટાલ છુપાવવા વિગ પહેરીને કર્યા લગ્ન, રહસ્ય છતું થતાં નવી દુલ્હને કર્યો પતિ પર કેસ
પ્રતીકાત્મક તસવીર

પત્નીએ પતિ વિરુદ્ધ છેતરપિંડી અને માનહાનિનો કેસ કર્યો, જાણો કોર્ટે પતિને શું આપી સલાહ

  • Share this:
    નવી દિલ્હીઃ ટાલ પડવી (Baldness) એક એવી બીમારી છે, જેના વિશે વિચાર કરતાં જ લોકો તણાવમાં આવી જાય છે. સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતું હોય છે કે ટાલવાળી વ્યક્તિઓને લગ્ન કરવામાં મુશ્કેલી પડે છે. આવામાં ટાલવાળા લોકો જુગાડ લગાવીને પોતાના માથાની ટાલની સારવાર કરાવી લે છે. તેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ. આવો જ એક યુવક મુંબઈ (Mumbai)માં છે. 27 વર્ષીય એક યુવક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેની પત્નીએ તેની વિરુદ્ધ અજબ પ્રકારનો ફરિયાદ નોંધાવી છે. તેના જણાવ્યા મુજબ તેનો પતિ ટાલવાળો છે. તે વિગ પહેરે છે. લગ્ન પહેલા તેણે તેનાથી આ વાત છુપાવી હતી.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, 29 વર્ષીય આ યુવક મુંબઈમાં એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરે છે. તેની પત્નીએ તેની વિરુદ્ધ કેસ નોંધાવી દીધો છે. ત્યારબાદ તેણે કોર્ટમાં પોતાના માટે જામીન અરજી કરી, પરંતુ કોર્ટે તેને પોતાની જાતને પોલીસને હવાલે કરી દેવાના નિર્દેશ આપ્યા છે.



    આ પણ વાંચો, બાબા કા ઢાબાના ‘અચ્છે દિન’ લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, ડોનેશનમાં ગોટાળાનો આરોપ

    પત્નીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેને લગ્ન બાદ જાણવા મળ્યું કે તેના પતિને ટાલ છે. તેને જ્યારે આ બાબતની જાણ થઇ તો તે આઘાતમાં સરી ગઈ. તેનું કહેવું છે કે તેના પતિએ લગ્ન પહેલા તેનાથી આ વાત છુપાવી હતી. નોંધનીય છે કે બંનેના થોડા સમય પહેલા જ લગ્ન થયા છે. બીજી તરફ પત્નીએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે તેને લગ્ન પહેલા થનારા પતિને ટાલ છે એવી જાણકારી હોત તો તે ક્યારેય તેની સાથે લગ્ન ન કરતી.

    પત્નીએ વધુમાં જણાવ્યું કે, સાસરિયા તરફથી તેને કહેવામાં આવ્યું છે કે તે કોઈ મોટી વાત નથી. જોકે મહિલાએ પોતાના પતિની વિરુદ્ધ છેતરપિંડી અને માનહાનિનો કેસ નોંધાવી દીધો છે.

    આ પણ વાંચો, IAS બનવા માટે છોડી હતી HR મેનેજરની નોકરી, ડિપ્રેશનમાં આવી ઘર છોડ્યું, બની ગઈ ‘કચરો વીણનારી’

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં જ રજૂ થયેલી હિન્દી ફિલ્મ ‘બાલા’ની કથાવસ્તુ કંઈક આવા જ પ્રકારની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આયુષ્માન યામીથી પોતે ટાલવાળો હોવાની વાત છુપાવે છે. લગ્નના બીજા દિવસે જ યામીને સાચી હકીકત જાણતાં પોતાના પિયર જતી રહે છે. અને અંતે કેસ કોર્ટમાં પહોંચે છે અને અંતે કોર્ટ યામીની છૂટાછેડાની અરજીને ગ્રાહ્ય રાખે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 02, 2020, 10:07 am

    ટૉપ ન્યૂઝ