Home /News /national-international /પતિનો પગાર ઓછો હોવાથી પત્ની વારંવાર પૈસા માટે કરતી ઝઘડો, એક રાતે બંનેએ દારૂ પીધો અને પછી...

પતિનો પગાર ઓછો હોવાથી પત્ની વારંવાર પૈસા માટે કરતી ઝઘડો, એક રાતે બંનેએ દારૂ પીધો અને પછી...

પોલીસનું કહેવું છે કે, શરૂઆતી તપાસમાં એ વાત સામે આવી છે કે પતિ ઓછું કમાતો હતો. આ જ કારણોસર દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

crime news : આ ઘટનાના દિવસે પતિ-પત્ની બંનેએ દારૂ પીધો હતો, આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો

બાડમેર : રાજસ્થાનના (Rajasthan) બાડમેરમાં (barmer)પત્નીએ સેલરી ઓછી હોવાની નજીવી બાબતે તકરારમાં પતિની ક્રૂરતાથી હત્યા (Wife Kills Husband) કરી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પતિનો પગાર ઓછો હતો. જેથી પત્ની પૈસા બાબતે અવારનવાર પતિ સાથે ઝઘડો કરતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે બંને વચ્ચે પૈસાને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન પત્નીના હાથમાં બેલ્ટ હતો. તેણે બેલ્ટ વડે ગળું દબાવીને પતિની જ હત્યા કરી નાખી હતી. પતિ-પત્નીની ચીસોનો અવાજ આવતા જ પરિવારજનો પુત્રના ઘર તરફ દોડી આવ્યા હતા. સંબંધીઓનું કહેવું છે કે, તેઓ તેના રૂમમાં પહોંચ્યા ત્યારે પુત્ર જમીન પર પડેલો હતો અને પુત્રવધૂ તેના મૃતદેહ પાસે ઉભી હતી. આ ઘટના બાડમેરના જાટિયોના નવા વાસની છે.

આ પણ વાંચો - પત્નીએ બે પ્રેમીઓ પાસે કરાવી પતિની હત્યા, લાશના કર્યા 7 ટુકડા, પત્નીએ કહ્યું - મને કોઇ અફસોસ નથી

પત્નીએ પતિનું ગળું દબાવીને કરી હત્યા

પોલીસ ચોકીના ઉચ્ચ અધિકારી ઉગમરાજ સોનીનું કહેવું છે કે, શહેરના જાટિયોમાં રહેતી કુંતીએ હત્યાના સંબંધમાં પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મંગળવારે રાત્રે તેમના પુત્ર અનિલ કુમારની પત્ની મંજુએ ગળુ દબાવીને હત્યા કરી હતી. આ ફરિયાદ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ માટેની તજવીજ પણ હાથ ધરી છે.

પતિ-પત્નીએ પીધો હતો દારૂ

પોલીસનું કહેવું છે કે, શરૂઆતી તપાસમાં એ વાત સામે આવી છે કે પતિ ઓછું કમાતો હતો. આ જ કારણોસર દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઘટનાના દિવસે પતિ-પત્ની બંનેએ દારૂ પીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ પત્નીએ ગુસ્સામાં આવીને પતિની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો - એક મંડપમાં વરરાજાએ બે દૂલ્હનો સાથે કર્યા લગ્ન, બાળક પણ રહ્યો હાજર

મૃતકની માતાએ નોંધાવેલા ફરિયાદ બાદ પોલીસે મંજુની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મંજુએ આ હત્યા કર્યા હોવાની કબૂલાત આપી હતી. ગુનાની સ્વીકૃતી બાદ આરોપી પત્ની મંજુને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. આ કેસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સમગ્ર હત્યાકાંડની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
First published:

Tags: Crime news, Rajasthan news