પતિએ જીન્સ પહેરવાની ના પાડી તો પત્ની ગુસ્સે ભરાઇ, પતિની કરી નાખી હત્યા
પતિએ જીન્સ પહેરવાની ના પાડી તો પત્ની ગુસ્સે ભરાઇ (પ્રતિકાત્મક તસવીર)
wife kills husband - પત્ની જીન્સ પહેરીને મેળો જોવા માટે ગોપાલપુર ગામ પહોંચી હતી, તે પરત ફરી તો તેના પતિએ તેને ઠપકો આપ્યો હતો, 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા
નાની અમથી વાતમાં હત્યાની (Murder)ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીને જીન્સ પહેરવાની ના પાડી તો પત્નીએ ચપ્પુ મારીને પતિની હત્યા (Murder of husband)કરી દીધી છે. સૂચના મળ્યા પછી પોલીસ તપાસ કરી રહી છે. મૃતકના પિતાનું કહેવું છે કે જીન્સ પહેરવાને લઇને બન્ને વચ્ચે વિવાદ થયો હતો. જે પછી પત્નીએ ચપ્પુ મારી તેના પતિની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે કેસ નોધ્યો છે.
જાણકારી પ્રમાણે આંદોલન ટુડૂના લગ્ન 2 મહિના પહેલા પુષ્પા હેબ્રેમ સાથે થયા હતા. ગત રાત્રે પુષ્પા હેબ્રો જીન્સ પહેરીને મેળો જોવા માટે ગોપાલપુર ગામ પહોંચી હતી. જ્યારે તે પરત ફરી તો તેના પતિએ તેને ઠપકો આપ્યો હતો કે જીન્સ પહેરીને મેળો જોવા ન જઇશ. બસ આટલી વાત સાંભળી પત્નીને ગુસ્સો આવ્યો હતો અને પતિ પર પ્રહાર કર્યો હતો.
પત્નીએ કરેલા હુમલામાં પતિ આંદોલન ટૂડુ ઇજાગ્રસ્ત થયો હતો. પરિવારજનોએ તેને ઘનબાદની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું. આ ઘટના ઝારખંડના જામતાડા પોલીસ સ્ટેશનના જોડભીટા ગામની છે. મૃતકના પિતા કર્ણેશ્વર ટુડૂએ જણાવ્યું કે પુત્ર અને વહુ વચ્ચે જીન્સને લઇને વિવાદ થયો હતો. આ વિવાદમાં વહુએ ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. વહુએ ચપ્પુ મારવાની વાતનો સ્વીકાર કર્યો છે. ઘટના વિશે પોલીસ તપાસ કરી રહી છે.
જામતાડા પોલીસ સ્ટેશનના પ્રભારી અબ્દુલ રહમાને જણાવ્યું કે ઘટનાની સૂચના મળી છે પણ સારવાર દરમિયાન મોત થતા સંબંધિત ઘટનાનો પ્રાથમિક કેસ ધનબાદમાં થયો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
ભાભીના પ્રેમમાં પાગલ બન્યો દીયર, લગ્નના 21 દિવસમાં જ પત્નીની કરી દીધી હત્યા
ભાભી સાથે અનૈતિક સંબંધ (illicit relationship) ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. ઘટનાનું દર્દનાક પાસું એ હતું કે હત્યા કરાયેલી મહિલાના લગ્ન 21 દિવસ પહેલા જ થયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપી કાર્યવાહી કરી અને 24 કલાકમાં હત્યા કેસનો ખુલાસો કર્યો. ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહાર (Bihar) ના કૈમુર (Kaimur) જિલ્લાનો છે.
ચૈનપુરના સિકંદરપુર ગામમાં 24 કલાકની અંદર નવ પરિણીત મહિલાના હત્યા (કેસનો ખુલાસો કરતા પોલીસે પતિ અને ભાભીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવપરિણીત મહિલાની અવૈધ સંબંધમાં દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે હત્યામાં વપરાયેલ દુપટ્ટો પણ કબજે કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર