પતિ-પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો! મુલાકાતો થતી રહે તે માટે પ્રેમીએ ગામના જ યુવક સાથે પ્રેમિકાના કરાવ્યા લગ્ન

આરોપી પત્ની અને પ્રેમીની તસવીર

અજય સિંહના પોતાની બહેનની જેઠાણીની પુત્રી સાથે આડા સંબંધ હતા. મુલાકાતનો સિલસિલો ચાલુ રહે તે માટે ષડયંત્ર સાથે 2012માં અજયે પ્રેમિકાના લગ્ન પોતાના ગામના પવન સાથે કરાવી દીધી હતા.

 • Share this:
  બારાબંકીઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બારાબંકીમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો (Pati Patni aur woh) પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરાવી હતી. પતિની હત્યા પાછળ પત્ની (wife killed husband) અને તેના આશિકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પ્રેમીકા સાથે આડા સંબંધ રાખવા માટે નવ વર્ષ પહેલા જ આશિકે ગામના પવન સાથે જ પ્રેમિકાના લગ્ન કરાવી દીધા હતા. આ સાથે આડા સંબંધ ચાલું રહ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે પતિએ પત્નીના આશિકે આપેલી ગિફ્ટો ગિરવી રાખી હતી. આનાથી નારાજ પત્નીએ પ્રેમી સાથે મળીને તેને રસ્તામાંથી હટાવવા માટે દુબઈ મોકલવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ આ પ્લાનિંગ નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી દીધી હતી.

  એસપી યમુના પ્રસાદના જણાવ્યા પ્રમાણે આરોપી અજય સિંહના પોતાની બહેનની જેઠાણીની પુત્રી સાથે આડા સંબંધ હતા. મુલાકાતનો સિલસિલો ચાલુ રહે તે માટે ષડયંત્ર સાથે 2012માં અજયે પ્રેમિકાના લગ્ન પોતાના ગામના પવન સાથે કરાવી દીધી હતા.

  લગ્નના થોડા દિવસ બાદ પવનની પારિવારિક સ્થિતિ બગડી અને આર્થિક તંગીના કારણે તે ડ્રાઈવરી કરવા લાગ્યો હતો. આ વચ્ચે તે દારૂ પીવા માટે પત્નીના દાગીના ગિરવી રાખ્યા હતા. આ દાગીના અજયે આપ્યા હતા.

  આ પણ વાંચોઃ-

  પતિનો પીછો છોડવવા માટે પત્નીએ પતિને દુબઈ મોકલવાની તૈયારી કરી
  પવન સાથે પીછો છોડાવવા માટે પત્નીએ પ્રેમિ અજય સાથે મળીને ભેલસર અયોધ્યાની કલીમને 70 હજાર રૂપિયા આપીને દુબઈ મોકલવાની તૈયારી કરી હતી. લોકડાઉનના કારણએ પાસપોર્ટ અને વીઝા ન બની શક્યા. એટલા માટે અજયે પોતાની પ્રેમિકા સાથે મળીને પતિ પવનની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 16 ડિસેમ્બર 2020એ અજયને પવનને ત્રણ બોટલ દારૂ પીવડાવીને અચેત કરી દીધો હતો અને ત્યારબાદ ગોમતી નદીમાં જઈને ફેંકી દીધો હતો.

  આ પણ વાંચોઃ-

  આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ
  એસપી યમુના પ્રસાદે રવિવારે જણાવ્યું કે અસંદરાના બેહટા ઘાટમાં પીપાપુલ ઉપર 16 ડિસેમ્બરે એક લાશ મળી હતી બાઈક ટીકારામ બાબા ઘાટની પાસે હેદરગઢમાંથી મળ્યું હતું. લાશની ઓળખ પવન કુમારના રૂપમાં થઈ હતી.  મૃતકના ભાઈ લવલેશ બહારુદે અજાણ્યા વ્યક્તિઓ ઉપર હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસ બાદ હત્યાનો ભેદ ઉકેલી આરોપી પવનની પત્ની શિમ્મી ઉર્ફે નિશા અને પ્રેમી અજય સિંહની ધરપકડ કરી લીધી હતી.
  Published by:ankit patel
  First published: