Home /News /national-international /પતિ નહીં પ્રેમી જોઈએ: કરવા ચોથ મનાવવા પત્ની પાસે ગયો પતિ, લાંબા આયુષ્યને બદલે મળ્યું મોત!

પતિ નહીં પ્રેમી જોઈએ: કરવા ચોથ મનાવવા પત્ની પાસે ગયો પતિ, લાંબા આયુષ્યને બદલે મળ્યું મોત!

પ્રેમી સાથે રહેવા માટે પતિનો દગો આપી મારી નાખ્યો(પ્રતિકાત્મક ફોટો)

કરવા ચોથ પર પતિના લાંબા આયુષ્યની માગ તો દૂર તો, પતિને જ પતાવી દીધો હતો. પત્ની અને તેનો સહયોગ કરનારા હવે તેના પરિવારના લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે.

    અજમેર: આડા સંબંધોએ ફરી એક વાર કોઈ ઘરની સુખ શાંતી હણી લીધી છે. આ વખતે તો પત્ની ખુદ હત્યારી બની ગઈ. કરવા ચોથ પર પતિના લાંબા આયુષ્યની માગ તો દૂર તો, પતિને જ પતાવી દીધો હતો. પત્ની અને તેનો સહયોગ કરનારા હવે તેના પરિવારના લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે. અજમેર જિલ્લામાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજમેર જિલ્લાના અલવર ગેટ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે.

    છૂટાછેડા કરવા માગતી હતી પત્ની, પણ પતિ...


    અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આધાર પર જણાવ્યું છે કે, બે દિવસ પહેલા ગુલશન નામનો એક યુવક હોસ્પિટલમાં ભરતી થયો હતો, અને મોડી રાતે તેનું મોત થઈ ગયું હતું. તેણે અને તેના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, તેના માથા પર ધોકા મારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેની સાથે મારપીટ કરવામાં આવી . માથા પર ડંડા મારી અને બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલોમાં લોકો છોડી મુકી ભાગી ગયા હતાં.

    આ મામલામાં ગુલશનના નાના ભાઈએ પોતાની ભાભી પૂનમ અને બે અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, પૂનમ પર સાસરિયા પક્ષના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તેના લગ્ન બાદ અન્ય સાથે સંબંધ હતા. ઘણા સમયથી તે સતત ગુલશન પર છૂટાછેડાનું પ્રેશર બનાવી રહી હતી. પણ ગુલશન બદનામીના ડરથી અને બાળકો પર ખરાબ અસર પડશે, તેની બીકે છૂટાછેડા નહોતો આપતો.

    આ પણ વાંચો: સુરત: પ્રેમ સંબંધના લીધે યુવતીનું ઘર તૂટ્યું, ભાઇઓએ તેના પ્રેમીની કરી નાંખી હત્યા

    આ કારણે લાંબા સમયથી પૂનમ પિયરમાં જ રહેતી હતી. બે દિવસ પહેલા ગુલશન પોતાની દિકરીને મળવા પૂનમના ઘરે ગયો અને ત્યાં વિવાદ થયો હતો. કહેવાય છે કે, પૂનમે પરિવારના લોકો સાથે મળીને ગુલશનને માર્યો અને માથામાં ડંડા માર્યા હતા. ત્યાર બાદ અજમેરની જેએલએન હોસ્પિટલ બહાર બેભાન અવસ્થામાં ફેંકી દીધો હતો. મોડી રાતે ગુલશનના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.

    ગુલશનના નાના ભાઈ સૌરભે પોલીસને જણાવ્યું હતું કે, તે થોડા દિવસ પહેલા પણ પૂનમ અને તેના પ્રેમીએ મળીને ગુલશનને માર્યો હતો અને અલગ થઈ જવા માટે પ્રેશર કરતા હતા. ગુલશન અને પૂનમના લગ્ન 2009માં થયા હતા. પોલીસ આરોપીઓને શોધી રહી છે. આજે લાશનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને લાશ સોંપી દેવામાં આવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajmer, Love

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन