બાડમેર: બાડમેર જિલ્લામાં એક બાદ એક અપરાધની ઘટનાઓ સામે આવી રહી છે. બાડમેર શહેર (Barmer city)ના કોતવાલી વિસ્તારમાં શરાબના નશામાં ધુત પત્ની (Drunk wife) એ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની માતાએ કોતવાલી સ્ટેશનમાં પોતાની વહુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. પોલીસે કરેલ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
કોતવાલી પોલીસ ઈન્સ્પેક્ટર ઉગમરાજ સોનીએ સમગ્ર મામલે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે જટિયોની રહેવાસી મૃતકની માતાએ સમગ્ર હત્યા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની વહુ મંજૂએ તેમના પુત્ર અનિલ કુમારના ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
બેલ્ટથી ગળુ દબાવીને કરી હત્યા પોલીસ કર્મચારી ઉગમરાજ સોનીએ આપેલ જાણકારી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ પત્ની બંનેને શરાબ પીવાની ટેવ હતી. મંગળવારના રોજ પતિ પત્ની બંને નશામાં હતા. તે દરમિયાન પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ કારણોસર મંજૂએ તેના પતિ અનિલ કુમારને ઊંઘની ગોળીઓ આપી હતી. જ્યારે અનિલ કુમાર ઊંઘમાં હતો તે સમયે તેની પત્નીએ તેનું બેલ્ટથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મંજૂની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મંજૂએ હત્યા કરી હોવાની વાત સ્વીકારી છે. આરોપી મંજૂની ધરપકડ કરવામાં આવી છે. પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલની ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી.
મૃતદેહનું મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અનિલ કુમારના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે. પોલીસ સમગ્ર મામલે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. જીજાજીએ સાળી પર વારંવાર રેપ કર્યો બીજી તરફ વધુ એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. બાડમેરમાં બનેવી તેના સાસરિયામાં પોતાની સગી સાળી પર વારંવાર બળાત્કાર કરતો હતો. આરોપીએ તેની સાળીનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો. હવે પીડિતાના રિપોર્ટના આધાર પર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર