મોટા યુવક સાથે સગીર પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી મા, વિરોધ કરવા પર પતિની હત્યા

મોટા યુવક સાથે સગીર પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી મા, વિરોધ કરવા પર પતિની હત્યા

Murder News - ગામના લોકોને આ વાતની જાણ થઇ તો ગામમાં પંચાયત બોલાવી હતી. પંચાયતે લગ્નનો વિરોધ કર્યો અને સંતોષ કુમાર શર્માના પરિવાર પર 50 હજારનો દંડ ફટકાર્યો હતો

 • Share this:
  મુજફ્ફરપુર : બિહારમાં પોતાની સગીર બેટીના લગ્નનો વિરોધ કરવા પર એક યુવકની હત્યાનો (Murder in Muzaffarpur)સનસનીખેજ કેસ સામે આવ્યો છે. મૃતક મનોજ શર્માના પિતાનો આરોપ છે કે આ હત્યા મનોજની પત્નીએ કરી છે. જ્યારે મૃતકની પત્ની અંજલી દેવીએ ગામના લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે કારણ કે લગ્નના વિરોધમાં પંચાયત પણ થઈ હતી. ઘટના મુજફ્ફરજિલ્લાના કટરા થાના વિસ્તારના બાંધપૂરા ગામની છે.

  જાણકારી પ્રમાણે બાંધપૂરા ગામના રામ લખનનો 40 વર્ષીય પુત્ર સંતોષ શર્મા 16 જુલાઇથી ગાયબ હતો. રામ લખને જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે વિવાદને લઇને સંતોષ દુખી હતો. બંને વચ્ચેનો વિવાદનું કારણ સંતોષની સગીર પુત્રી જુલી (કાલ્પનિક નામ)ના લગ્ન હતા. મૃતક સંતોષ શર્માની પુત્રી જુલી પોતાના સંબંધી એક બહેનના દેવર સાથે પ્રેમમાં હતી. જુલીની માતા આ નિર્ણયથી સહમત હતી પણ તેના પિતાને આ સંબંધ મંજૂર ન હતો. કારણ કે જૂલીની ઉંમર 14-15 વર્ષ છે જ્યારે તેનો કથિત પ્રેમી યુવક રોશન 35-40 વર્ષનો છે.

  આ પણ વાંચો - Explained : શું કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે? અહીં જાણો 10 જરૂરી વાતો

  રોશન સીતામઢીના સુંરખંડનો રહેવાસી બતાવવામાં આવી રહ્યો છે જ્યારે મૃતકના પિતા રામ લખનનો દાવો છે કે તે નેપાળનો યુવક છે. ગત મહિને 25 તારીખે જુલની માતાએ ગુપચુપ રીતે બંનેના લગ્ન કરાવી દીધા હતા. જોકે પિતાએ વિદાય રોકાવી દીધી હતી. ગામના લોકોને આ વાતની જાણ થઇ તો ગામમાં પંચાયત બોલાવી હતી. પંચાયતે લગ્નનો વિરોધ કર્યો અને સંતોષ કુમાર શર્માના પરિવાર પર 50 હજારનો દંડ ફટકાર્યો હતો. સંતોષ આ વાતથી ઘણો પરેશાન હતો. તે પોતાના પત્ની સાથે સહમત ન હતો. તે પોતાની પુત્રીની વિદાઇ કરવા માંગતો ન હતો.

  પંચાયતને 50 હજાર રૂપિયા ચુકવવાની તારીખ 3 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. આ વાતને લઇને પતિ-પત્ની એકબીજા સાથે ઝઘડતા હતા. 16 જુલાઈની સાંજે સંતોષ અચાનક ગાયબ થયો હતો અને 18 જુલાઇ તેની લાશ મળી આવી હતી.
  Published by:Ashish Goyal
  First published: