પત્નીએ પ્રેમી દ્વારા કરાવી બસ ડ્રાઈવર પતિની હત્યા, આવી રીતે થયો ખુલાસો

News18 Gujarati
Updated: March 18, 2020, 8:46 PM IST
પત્નીએ પ્રેમી દ્વારા કરાવી બસ ડ્રાઈવર પતિની હત્યા, આવી રીતે થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

બસ ચાલક પિન્ટુ કુમારનું મિર્ઝાપુરમાં સાસરું છે. તેની પત્ની પુજા કુમારીના આજ ગામના સંજીવ કુમાર સાથે આડા સંબંધો હતો. તેની પત્ની આડાસંબંધોના કારણે તેના પતિને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાનો વિચાર કરતી હતી.

  • Share this:
બિહારઃ બિહારના બિહારશરીફ જિલ્લામાં હાસેપુર ગામમાં રહેતા બચ ચાલક પીન્ટુ કુમારની રવિવારે રાત્રે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસે 12 કલાકની અંદર જ આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હત્યા કરનાર બીજો કોઈ નહીં પરતું પત્ની હતી. જેણે પોતાના પ્રેમી પાસે પતિની હત્યા કરાવી હતી. મૃતક બસ ચાલક હતો. મૃતકની પત્ની સહિત ચાર આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી.

બસ ચાલક પતિની હત્યા તેની પત્ની પૂજા કુમારીએ પોતાના પ્રેમીના માધ્યમથી કરાવી હતી. હુલસાના પોલીસ અધિકારી મોહમ્મદ ઈમ્તિયાઝ અહમદના જણાવ્યા પ્રમાણે મંગળવારે બસ ચાલક પિન્ટુ કુમારનું મિર્ઝાપુરમાં સાસરું છે. તેની પત્ની પુજા કુમારીના આજ ગામના સંજીવ કુમાર સાથે આડા સંબંધો હતો.

તેની પત્ની આડાસંબંધોના કારણે તેના પતિને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાનો વિચાર કરતી હતી. આમ પુજા કુમારીએ પોતાના પ્રેમી સંજીવ કુમાર અને અન્ય રાજીવ કુમાર સહિત બીજા આરોપીઓની મદદથી રવિવારે રાત્રે પતિની હત્યા કરાવી દીધી હતી.

તેમણે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન પિન્ટુ કુમારની પત્ની પુજા કુમારીએ ગુનાની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે મૃતકની પત્ની પુજા કુમારી ઉપરાંત હરિઓમ કુમાર, રાજીવ કુમાર, પ્રેમ કુમાર અને તેનો પ્રેમી સંજીવ કુમાર બસ ચાલક પતિની હત્યામાં સામેલ હતા.

ઘટનામાં વપરાયેલા હોન્ડા સાઈન બાઈક, ત્રણ ચપ્પા, ત્રણ મોબાઈલ અને આરોપીઓના ચપ્પલ જપ્ત કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ રવિવાર રાત્રે પિન્ટુ કુમારને ચપ્પુના ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે 12 કલાકની અંદર જ કેસનો ભેદ ઉકેલી લીધો હતો.
First published: March 18, 2020, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading