પત્નીએ પોલીસને કહ્યું ' પતિ શારીરિક રૂપથી અક્ષમ કારણ કે ચાર વર્ષમાં....'

News18 Gujarati
Updated: November 15, 2019, 7:15 PM IST
પત્નીએ પોલીસને કહ્યું ' પતિ શારીરિક રૂપથી અક્ષમ કારણ કે ચાર વર્ષમાં....'
પ્રતિકાત્મક તસવીર

મઝોલ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. આ યુવક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવકની પત્નીએ પોલીસ સ્ટેશન આવીને અધિકારી સામે સાસરીના લોકો ઉપર ગંભીર આરોપો લગાવીને ફરિયાદ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મુરાદાબાદમાં એક દંપતીનું (Couple) દાંપત્ય જીવન આગળ વધશે કે તૂટી જશે. આ અંગે એક મેડિકલ રિપોર્ટ (Medical report) નક્કી કરશે. મહિલાએ પતિની તપાસ કરવા માટેની માંગણી કરી છે. મેડિકલ રિપોર્ટમાં બધું બરાબર રહેશે તો પત્ની પોતાના પતિ સાથે રહેશે. નહીં તો પતિથી અલગ થઈ જશે. બંનને ચાર દિવસ બાદ કાઉન્સિલિંગ (Counseling) માટે બોલાવામાં આવ્યા છે.

મઝોલ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. આ યુવક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવકની પત્નીએ પોલીસ સ્ટેશન આવીને અધિકારી સામે સાસરીના લોકો ઉપર ગંભીર આરોપો લગાવીને ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

સાસરિયા તેના ઉપર ત્રાસ ગુજારે છે અને જબદસ્તીથી પિયર મોકલી દે છે. છેલ્લા પાંચ મહિનાથી તે પિયર રહે છે. આ મામલાને પોલીસે નારી ઉત્થાન કેન્દ્રમાં મોકલી દીધો છે. નારી ઉત્થાન કેન્દ્રના પ્રભારી સંધ્યા રાવતે જણાવ્યું હતું કે, ગુરુવારે બંને પક્ષોને કાઉન્સિલિંગ કરવા માટે બોલાવ્યા છે.

આ પણ વાંચોઃ-નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદો

કાઉન્સિલર એમપી સિંહે કાઉન્સિલિંગ શરુ કર્યું તો મહિલાએ જણાવ્યું હતું કે, લગ્નના ચાર વર્ષ બાદ પણ એકપણ બાળક નથી. તેને પતિ શારીરિક રુપથી અક્ષમ છે. મહિલાએ કહ્યું કે જ્યારે સારવાર માટે કહે છે ત્યારે નારાજ થઈને ઝઘડવા લાગે છે.આ પણ વાંચોઃ-નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે

બીજી તરફ પતિએ કહ્યું કે તે એકદમ ફિટ છે. ત્યારબાદ મહિલાએ મેડિકલ ચેકઅપ કરાવવાની માંગણી કરી હતી. કાઉન્સિલરે પતિને ચેકઅપ કરાવીને રિપોર્ટ દેખાડવા કહ્યું હતું. મહિલાએ શરત રાખી છે કે તેની સામે જ પતિનું ચેકઅપ થાય. કાઉન્સિલરે જણાવ્યું કે જો મેડિકલ રિપોર્ટમાં પતિ એકદમ ફિટ રહ્યો તો દંપતી એક સાથે રહેશે. નહીં તો બંને સ્વેચ્છાએ અલગ થઈ જશે.
First published: November 15, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading