કરુણ ઘટના! આંખોની સામે જ પતિના દર્દનાક મોતને યાદ કરીને તડપતી હતી, 35 દિવસ બાદ પત્નીએ કરી આત્મહત્યા
કરુણ ઘટના! આંખોની સામે જ પતિના દર્દનાક મોતને યાદ કરીને તડપતી હતી, 35 દિવસ બાદ પત્નીએ કરી આત્મહત્યા
પતિ પત્ની અને અકસ્માતગ્રસ્ત કાર
જમાઈના મોત બાદ મારી પુત્રી અંદરથી તૂટી ગઈ હતી. તે આઘાતમાં જીવી રહી હતી. તે વારંવાર કહેતી હતી કે હું કેમ સાહિલ સાથે મરી ન ગઈ. દરરોજ જમાઈનો ફોટો જોઈને રડતી રહેતી હતી.
સાગરઃ કહેવાય છે કે પતિ પત્નીનો સંબંધ (husband-wife relationship) જિંદગીભર (lifestyle) સાથે જીવવા મરવાનો હોય છે. જો સમય પહેલા જોડી તૂટી જાય તો જીવવામાં મન નથી લાગતું. આવી જ એક દુઃખદ ઘટના મધ્ય પ્રદેશના (Madhya pradesh) સાગર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં 35 દિવસ પહેલા એક કાર અકસ્માતમાં (car accident) જીવતો બળી જતાં પતિનું મોત થયું હતું. એક મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પણ પત્ની એ દુઃખદ આઘાતમાંથી ઊભરી શકી ન્હોતી. તે જીવવા માંગતી નહતી. તેણે પણ ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી.
ઘરના લોકોએ રૂમમાં પુત્રીને પંખા સાથે લટકતી જોઈ
પતિના મોત બાદ મૃતક 32 વર્ષીય રિઝવાના ખાન પોતાના પિતા લિાયકત ખાંના ઘરે શાહગઢમાં રહેતી હતી. થોડા દિવસ પહેલા જ તે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી હતી. શુક્રવારે સાંજે ઘરવાળા રિઝવાનાના રૂમમાં ગયા હતા અને તેને તૈયાર થઈને નીચે આવવા કહ્યું હતું. પરંતુ થોડા સમય પછી પણ રિઝવાના નીચે ન આવી તો પરિજનોએ અવાજ લગાવી પરંતુ કોઈ જવાબ ન આવતા તેઓ ઉપર રૂમમાં ગયા હતા. જ્યાં પુત્રીએ પંખા સાથે લટકતી હતી.
કોઈ સુસાઈડ નોટ ન મળી
આ અંગેની જાણકારી પોલીસને કરતા ટીમ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. ઘટના સ્થળ ઉપર કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે પરિવાર અને પાડોશીઓની પૂછપરછ કરી હતી.
કાર અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ
રિઝવાનાના પિતા લિયાકત ખાંને જણાવ્યું કે તેની પુત્રીના લગ્ન ટીકમગઢના રહેનારા 36 વર્ષીય સાઝિદ ખાન સાથે થયા હતા. પતિ-પત્ની બંને સુખી જીવન જીવતા હતા. પરંતુ એક મહિના પહેલા જ્યારે પુત્રી અને જમાઈ કારમાં ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની કાર અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.
હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ રિઝવાનાએ પણ દુનિયા છોડી
જોતજોતામાં આખી કાર આગના હવાલે થઈ ગઈ હતી. જેમાં સાહિત જીવતો સળગી જતા તેનું મોત થયું હતું. જ્યારે રિઝવાના પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ઘરે આવી હતી. પરંતુ તેણે આત્મહત્યા કરીને દુનિયા છોડી દીધી હતી.
જમાઈના મોત બાદ પુત્રી અંદરથી તૂટી ગઈ, ફોટો જોઈને રડતી રહેતી હતી
રિઝવાનાના પિતાએ જણાવ્યું કે જમાઈના મોત બાદ મારી પુત્રી અંદરથી તૂટી ગઈ હતી. તે આઘાતમાં જીવી રહી હતી. તે વારંવાર કહેતી હતી કે હું કેમ સાહિલ સાથે મરી ન ગઈ. તેના મગજ ઉપર ઉંડો આઘાત લાગ્યો હતો. દરરોજ જમાઈનો ફોટો જોઈને રડતી રહેતી હતી.
30 એપ્રીલે સાહિલની કારનો થયો હતો અકસ્માત
મળતી માહિતી પ્રમાણે 30 એપ્રિલે સાગર પત્ની સાથે જતો હતો ત્યારે તેની કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. કારમાં ગેસ કીટ લાગેલી હતી. લોકોએ શંકા વ્યક્ત કરી હતી. કે કાર અચાનક ડિવાઈડરથી ટકરાતાવાથી કારમાં આગ લાગી હતી અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. અને ઘટના સ્થળે કાર ચાલક સાહિતનું મોત થયું હતું. જ્યારે પત્ની રિઝવાના ઇજાગ્રસ્ત થઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર