જવાનના મોતનો આઘાત સહન ન કરી શકતાં પત્નીએ કૂવામાં ઝંપલાવી આપ્યો જીવ

News18 Gujarati
Updated: January 2, 2020, 2:30 PM IST
જવાનના મોતનો આઘાત સહન ન કરી શકતાં પત્નીએ કૂવામાં ઝંપલાવી આપ્યો જીવ
આર્મી જવાન બજરંગ ભગતનું બ્રેન હેમરેજથી મોત થતાં પત્ની પર આભ ફાટતાં આત્મહત્યા કરી, પિયરીયાઓને હત્યાની શંકા

આર્મી જવાન બજરંગ ભગતનું બ્રેન હેમરેજથી મોત થતાં પત્ની પર આભ ફાટતાં આત્મહત્યા કરી, પિયરીયાઓને હત્યાની શંકા

  • Share this:
રાંચી : દેશની રક્ષામાં તૈનાત પતિનું ડ્યૂટી દરમિયાન મોત થઈ ગયું, તો પત્ની આ આઘાત સહન ન કરી શકી. અને તેણે કૂવામાં છલાંગ મારીને પોતાનો જીવ આપી દીધો. ઘટના રાંચીના ચાન્હોના બડૈયા ટોલી ગામની છે. અહીં રહેતા બજરંગ ભગત આર્મી જવાન (Indian Army Jawan) તરીકે જમ્મુ (Jammu)માં તૈનાત હતો. પરંતુ ગત 29 ડિસેમ્બરની રાત્રે તેમનું ડ્યૂટી પર જ મોત થઈ ગયું. પહેલી જાન્યુઆરીની મોડી સાંજે બજરંગ ભગત (Bajrang Bhagat)નો પાર્થિવદેહ ગામ પહોંચ્યો. ત્યારબાદ પરિવાર સહિત ગામમાં ઘેરો શોક છવાઈ ગયો. પત્ની મનિતા ઉરાંવ આ આઘાતને સહન ન કરી શક્યા. તેઓ મોડી રાત્રે ચૂપચાપ ઘરથી બહાર ગયા અને નજીકમાં આવેલા કૂવામાં છલાંગ મારીને પોતાનો જીવ આપી દીધો.

પતિના પાર્થિવદેહને જોઈ બેભાન થઈ ગઈ હતી પત્ની

મનિતાના લગ્ન બે વર્ષ પહેલા બજરંગ ભગત સાથે થયા હતા. પરંતુ આટલી જલદી પતિનું આવી રીતે જતું રહેવું, આ ઘટનાએ તેને અંદરથી હલાવી દીધી હતી. પતિના પાર્થિવદેહને જોતાં જ તે બેભાન થઈ ગઈ. અને રાત્રે કૂવામાં છલાંગ મારીને પોતાનો જીવ આપી દીધો. પરિવારે જણાવ્યું કે, 29 ડિસેમ્બરની રાત્રે તેમની બજરંગ સાથે વાતચીત થઈ હતી. તે બિલકુલ ઠીક-ઠીક હતો. પરંતુ બીજા દિવસ સવારે સૂચના મળી કે રાત્રે ઊંઘમાં જ પલંગથી નીચે પટકાતાં બજરંગનું મોત થઈ ગયું. મોતનું કારણ બ્રેન હેમરેજ જણાવવામાં આવ્યું છે.

જમ્મુમાં તૈનાત આર્મી જવાન બજરંગ ભગતનું બ્રેન હેમરેજના કારણે મોત થઈ ગયું. (ફાઇલ તસવીર)


બ્રેન હેમરેજના કારણે જવાનનું થયું મોત

પરિજનોએ જણાવ્યું કે, બજરંગ 2012માં આર્મીમાં ભરતી થયા હતા. અને ગાર્ડ રેજિમેન્ટમાં તૈનાત હતા. પરિજનોને એ સમજમાં નથી આવી રહ્યું કે જ્યારે રાત્રે તે બિલકુલ ઠીક હતા, તો પછી એકાએક તેમની સાથે આવડી મોટી દુર્ઘટના કેવી રીતે થઈ ગઈ. બજરંગ ઘરના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. પિતાનું દેહાંત થઈ ચૂક્યું છે. ઘરમાં માતા અને પત્ની રહેતાં હતા. પત્નીએ આત્મહત્યા કરી લીધા બાદ હવે માતા એકલા રહી ગયા છે.
પતિના મોતનો આઘાત સહન ન થઈ શકતાં મનિતાએ આત્મહત્યા કરી દીધી. (ફાઇલ તસવીર)


પોલીસે મનિતાના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે રિમ્સ મોકલી આપ્યો છે. જોકે, મનિતાના પિયરીયાઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. પતિ-પત્ની બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

(રિપોર્ટ : ઓમપ્રકાશ)

આ પણ વાંચો, જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, નવોઢાએ મુખાગ્નિ આપી પતિને અંતિમ વિદાય આપી
First published: January 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading