26 વર્ષની એક મહિલાએ પોતાના રૂમની દીવાલો પર લિપસ્ટિક વડે સુસાઇડ નોટ (suicide note) લખીને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ચંદા દેવી તરીકે થઈ છે. તે બે બાળકોની માતા હતી અને ઘરમાં પતિ (domestic violence)ની હેરાનગતિથી કંટાળીને આવું ભયજનક પગલું ભર્યું હતું. પોલીસે જણાવ્યું કે, મહિલાએ પોતાની સ્યુસાઇડ (suicide)નોટમાં પોતાના આત્મહત્યા માટે પતિ દિલીપ ચૌહાણ અને સાસરિયાઓને જવાબદાર ગણાવ્યા છે.
ઘરમાં લટકતો હતો મૃતદેહ
ચંદાએ 2019માં દિલીપ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદથી ચંદાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો. ચંદાના પરિવારજનોએ તેના સાસરિયાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. લારીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) અનિમેષ નૈથાનીએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે બુધવારે સવારે એક મહિલાએ તેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે દિવાલો પર તેના પતિ અને સાસરિયાઓના નામ લખ્યા હતા અને તેણે લખ્યું હતું કે તે કંટાળી ગઈ હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં આ આત્મહત્યા (Ranchi suicide case)નો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મહિલા સાથે થતી હતી મારપીટ
ચંદાએ પોતાની સ્યુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણીએ નોટમાં એમ પણ કહ્યું હતું કે તેના મૃત્યુ પછી તેના પતિને તેના શરીરને સ્પર્શ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ડીએસપીએ કહ્યું કે ચંદાના પરિવારના સભ્યો તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. રાંચીના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) નૌશાદ આલમે કહ્યું કે આ કેસના આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મૃતકની માતાએ જણાવ્યું કે ચંદાનો પતિ દિલીપ બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. જેના વિશે દિલીપનો મિત્ર પિન્ટુ તેને સતત ઉશ્કેરતો હતો. સાથે જ સાસુ અને ભાભી પણ તેને સતત ત્રાસ આપતા હતા. મૃતક ચંદાને સંતાનમાં બે નાની દીકરીઓ છે જેમાં એક 2 વર્ષની અને બીજી એક વર્ષની છે. મૃતકની પીઠ પર ઈજાના નિશાન હતા અને જ્યારે મૃતદેહને ઉપરથી નીચે લાવવામાં આવ્યો, ત્યારે મૃતકના કાકીએ તેના શરીરના ભાગે ઈજાની જાણ કરી હતી. કાકીએ જણાવ્યું કે પીઠ પર બેલ્ટ વડે માર મારવાના ગંભીર નિશાન હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે ચંદાને નિર્દયતાથી માર્યા બાદ તેની હત્યા કર્યા બાદ તેની લાશને લટકાવી દેવામાં આવી હતી.
પોલીસે સ્યુસાઈડ નોટ અને ચંદાના પરિવારજનોની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. જોકે, પોલીસ હત્યાના એંગલથી પણ કેસની તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ રક્ષાબંધન પહેલા બનેલી આ ભયાનક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને દરેક લોકો દોષિતોને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર